કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 24મીએ એક દિવસના ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા છે. રાહુલ ગાંધીના આ સંભવિત કાર્યક્રમમાં 24મીએ સવારે પોરબંદર ખાતે માછીમાર સમુદાય સાથે વાર્તાલાપ કરશે, એ પછી રાહુલ સાણંદના નાની દેવલી ગામે દલિત શક્તિ કેન્દ્રની મુલાકાત લેશે. તે પછી રાહુલ ગાંધીનો અમદાવાદમાં રોડ શો યોજવામાં આવશે।
આ ઉપરાંત અમદાવાદના નિકોલ ખાતે રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધન કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાહુલ ગાંધીએ ગુજરાતના ચારેય ઝોનમાં નવસર્જન યાત્રાનો દોર પૂરો કર્યો છે, એ પછી એક દિવસના સુરતના કાર્યક્રમમાં આવ્યા હતા. યાત્રા દરમિયાન રાહુલે જીએસટી અને નોટબંધી પર સરકારને સાણસામાં લીધી હતી. રાહુલ ગાંધી ગુજરાતમાં હવે સ્ટાર પ્રચારક તરીકે આવશે. ઉલ્લેખનીય છે કે, ૧૭-૧૮મીએ રાહુલનો અમદાવાદમાં રોડ શો યોજાવાનો હતો, જોકે આ કાર્યક્રમ રદ્દ કરાયો હતો.