ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરાવની આજે છેલ્લી તારીખ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના જાહેર કરાયેલા ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા લાગ્યા છે.
જેતપુરમાંથી વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાએ ભાજપમાંથી જેતપુર બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે વિધાનસભા ભાજપના ઉમેદવાર હરિભાઈ સોલંકીએ ભર્યું ફોર્મ જૂનાગઢના વિસાવદરથી ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે ભર્યું ફોર્મ જામનગર ગ્રામ્ય બેઠક કોંગ્રેસના વલ્લ્ભ ધાવરીયાએ ભર્યું ફોર્મ તાપીની વ્યારા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર અરવિંદ ચૌધરીએ ફોર્મ ભર્યું,જામનગરના BJPના ઉમેદવાર R.C. ફળદુએ CM રૂપાણીની હાજરીમાં નોંધાવી ઉમેદવારી, કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિ સિંહ ગોહિલે માંડવી બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે, પોરબંદરના કુતિયાણા ભાજપ ઉમેદવાર લક્ષ્મણભાઈએ ઉમેદવારી પત્ર ભર્યું, ભરૂચ બેઠક પર BJPના ઉમેદવાર દુષ્યંત પટેલે વિશાળ રેલી યોજી ભર્યું ફોર્મ, હિમંતનગરમાં ભાજપના રાજેન્દ્રસિંહ ચાવડાએ ભર્યું ફોર્મ,બારડોલી સીટ પર કોંગ્રસના તરૂણ વાઘેલાએ ફોર્મ ભર્યું, સુરતની લિંબાયત વિધાનસભા બેઠક માટે સંગીતા પાટીલે ભર્યું ફોર્મ, મોરબીની માળિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી,ટંકારા બેઠક પર કોંગ્રેસના લલિતભાઈ કગથરાએ વિધિવત પોતાની ઉમેદવારી નોંધાવી છે, કચ્છની માંડવી બેઠક પરથી કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ નોંધાવી ઉમેદવારી, સુરતની મજૂરા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીએ નોંધાવી ઉમેદવારી