અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી શહેર કોટડા પોલીસ સ્ટેશન વિવાદોમાં જ ઘેરાયેલું રહ્યું છે અને હાલ માં પણ આ પોલીસ સ્ટેશનનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે.
અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા વાળા એટલી હદે વધી ગયા છે કે ગલીએ ગલીએ દેશી અને ઈંગ્લીશ દારૂ મળવો સહેલો થઈ ગયો છે.શહેર કોટડા પોલીસ સ્ટેશની હદ વિસ્તારમાં બુટલેગરો એટલી હદે બેફામ બન્યા છે કે પોલીસ આ વિસ્તારમાં રેડ કરવા જતાં પણ ગભરાઈ રહી છે કારણકે આ જ બુટલેગરો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવે છે અને જ્યારે પત્રકારો આ બાબતનું કવરેજ કરવા જતાં હોય કે સ્ટિંગ કરવા જતાં હોય ત્યારે આ બુટલેગરો દ્વારા પત્રકારો ઉપર પણ હુમલો કરવામાં આવતો હોય છે તેમ છતાં પણ સ્થાનિક પોલીસ કે ઉપરી અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. હમણાં તાજેતરમાં જ શહેર કોટડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ઉપર પોટલિયા ચાર રસ્તા પાસે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ થોડા દિવસ અગાઉ પણ પોલીસ ની ગાડી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારે ઉપરી અધિકારીઓ દોડી તો આવ્યા જ હતા પરંતુ હજુ પણ આ વિસ્તારમાં બુટલેગરથી જનતામાં એક ભય નો માહોલ ઉભો થઇ જવા પામ્યો છે.સ્થાનિક રહીશો નું કહેવું છે કે અમારા ઘરની બહેન દીકરીઓ ને આ રસ્તે થી નીકળવું હોય તો પણ નીકળી શકતી નથી કારણકે દારૂ પીવા વાળા અડ્ડા ઉપર થી દારૂ લઇ અને રોડ ઉપર જાહેરમાં પી અને બહેન દીકરીઓની છેડતી પણ કરતા હોય છે જેથી સ્થાનિકો માં પણ આક્રોશનો માહોલ ઉભો થવા પામ્યો છે.
આ અગાઉ પણ શહેર કોટડા વિસ્તારમાં પત્રકાર ઉપર હુમલો થયો ત્યારે સ્થાનિક પી.આઈ.તરીકે રાજુપત હતા અને તેમના માનીતા વહીવટદાર વિક્રમસિંહ હતા કે જેઓ તો પોતે રિટાયર્ડ પણ થઈ ચૂક્યા છે આ બંને ના મેળા પીપણા થી પત્રકાર ઉપર થયેલા હુમલા ની કોઈજ પ્રકારની ફરિયાદ લેવામાં આવી ન હતી.જેથી એક વાત એ સાબિત થાય છે કે પી.આઈ.રાજપૂત અને તેમના વહીવટદાર વિક્રમસિંહ ને ફરિયાદ લેવા કરતા બુટલેગર ને છાવરવા માં જ રસ હોય તેવુ સાબિત થવા પામ્યું છે.હાલમાં આ પી.આઈ.રાજપૂત એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે પણ તેમના વહીવટદાર તરીકે પણ વિક્રમસિંહ જ છે અને પાછું તેમના પણ પેટા વહીવટદાર તરીકે મહેશ ઠાકોર ને રાખવા માં આવ્યા છે કે જેથી એલિસબ્રિજ વિસ્તારમાં ચાલતા દેશી કે ઈંગ્લીશ દારૂના અડ્ડા કે જુગારના અડ્ડા ઉપર વિજિલન્સ કે પી.સી.બી કે કોઈ અન્ય એજન્સી રેડ કરે તો રિટાયર્ડ થઈ ચૂકેલ વહીવટદાર વિક્રમસિંહ ઉપર કોઈ છાંટા ના ઉડે.
હાલમાં પણ શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સુધારવાનું નામ નથી લઈ રહી કારણકે 5 દિવસ અગાઉ પણ આ જ વિસ્તારમાં એક મહિલા ની હત્યા કરવામાં આવી હતી.એટલે હવે શહેર કોટડા પોલીસ સ્ટેશન નો હદ વિસ્તાર એટલી હદે ચર્ચામાં રહ્યો છે કે ખુદ પોલીસ કમિશ્નર આ પોલીસ સ્ટેશન ની વિઝીટ કરવા આવ્યા હતા અને તેમ છતાં પણ હજુ સુધી આ વિસ્તારમાં દેશી અને ઈંગ્લીશ દારૂના અડ્ડાઓ સ્થાનિક પોલીસ અને તેમના માનીતા વહીવટદારો ની રહેમરાહે ચાલી જ રહ્યા છે જે આગામી દિવસો માં કોઈક મોટું છમકલું પોલીસ કે પત્રકાર ઉપર થઈ શકે છે.જો આ બાબતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી યોગ્ય કાર્યવાહી કરાવડાવે તો જ આ વિસ્તારમાં છાશવારે પોલીસ અને પત્રકાર ઉપર થતા હુમલાઓ બંધ થઈ શકે છે.
