એરફોર્સે પહેલીવાર સુપરસોનિક ક્રૂઝ બ્રહ્મોસ મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું. બુધવારે તેને બંગાળની ખાડીમાં સુખોઈ ફાઇટરજેટથી છોડવામાં આવી. આ પહેલા બ્રહ્મોસનનું ટેસ્ટિંગ જમીન અને વોરશિપથી કરવામાં આવી ચૂક્યું છે. બ્રહ્મોસ દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે.તેની સ્પીડ 2.8-3.0 મૈક (3675-3430 Kmph) છે. અચૂક નિશાન સાધનાર બ્રહ્મોસ મિસાઈલનું એક બીજું નામ ‘છોડો અને ભૂલી જાઓ’ મિસાઇલ રાખવામાં આવ્યું છે.
બ્રહ્મોસ મિસાઈલનું નામ નદીઓના નામ પરથી બ્રહ્મપુત્ર- ભારત, મસ્ક્વા-રશિયાના નામથી રાખવામાં આવ્યું છે. તેની રેન્જ- 290 KM છે. તેનું વજન- 3000 kg, લંબાઈ- 8M, પહોળાઈ- 0.6 M છે 300 kg સુધી વોરહેડ લઈ જઈ શકે છે.
બ્રહ્મોસ મિસાઈલ સબમરીન, શિપ, એરક્રાફ્ટ, જમીનથી લોન્ચિંગ શક્ય છે, ભારત-રશિયાનું જોઇન્ટ વેન્ચર બ્રહ્મોસ એરસ્પેસ બનાવે છે. હૈદરાબાદ, તિરુવનંતપુરમમાં છે બ્રહ્મોસ એરસ્પેસ સેન્ટર આવેલું છે
આપને જણાવી દઈએ કે દુનિયાની સૌથી ઝડપી એન્ટી-શિપ ક્રૂઝ મિસાઇલ છે તેની સ્પીડ- 2.8-3.0 મૈક (3675-3430 Kph) છે તે સમગ્ર ફ્લાઇટમાં સુપરસોનિક સ્પીડ કાયમ રહે છે. સ્ટીલ્થ ટેક્નોલોજી, ગાઇડન્સ સિસ્ટમ, એડવાન્સ ટેક્નોલોજી સ્પીડમાં નંબર-1 છે તેમજ દુનિયાની સૌથી ઝડપી એન્ટી-શિપ ક્રૂઝ મિસાઇલ છે