અમદાવાદ ના ઘાટલોડિયા વિસ્તાર માં કે. કે. નગરરોડ પર ગોપાલનાગર પાસે એક કારખાના માં ગૂંગળામણ થી ત્રણ વ્યક્તિ ના મોત થયા છે. પફ બનાવવાના કારખાનામાં મોડી રાત્રે આ ત્રણેય વ્યક્તિ સુઈ ગયા હતા.જ્યાં ઓવન ની સ્વિચ ચાલુ રહી ગયી હતી જેથી ગૂંગળામણ થી મોત થયા હોવાની પોલીસ ને પ્રાથમિક જાણકારી મળી હતી.પોલીસે એફ એસ એલ ની મદદ લઇ તપાસ શરૂ કરી છે.કારખાના ની અંદર રહેલા હસન, ઈબ્રાહીમ, તથા અસલમ ના ઘટના સ્થળે મૃત્યુ થયા છે ઓવન થી શ્વાસ રૂંધાતા ફાયર અને પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ત્રણ કામદારો ના મૃત્યુ થી આસ પાસ ના વિસ્તારો માં ચક ચાર મચી જવા પામી છે. ઓવન ની સ્વીચ ચાલુ રહી જતા ગેસ લીકેજ ના કારણે આ ત્રણેય કામદારો ના મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવ વામાં આવી રહ્યું છે. જો કે આ ત્રણેય કામદારો ના મૃતદેહ ને પોસ્ટપોર્ટમ માટે ખસેડવા માં આવ્યા છે. આ ત્રણેય કામદાર કેટલાક સમય થી આ ફેક્ટરી માં કામ કરતા હતા. જ્યાં એક ભૂલ ના કારણે આ ત્રણ કામદારો ને અકાળે મોત મળ્યું હતું.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં કે.કે. નગર રોડ પર ગોપાલનગર પાસે UKS નામના કારખાનામાં ગૂંગળામણથી ત્રણ વ્યક્તિનાં મોત થયા છે. આ મામલે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં એની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ, કે.કે. નગર રોડ પર ગોપાલનગર પાસે પફ બનાવવાના કારખાનામાં મોડી રાતે ત્રણેય કારીગર કારખાનાનો દરવાજો બંધ કરી સૂઈ ગયા હતા. રાતે પફ બનાવવાના ઓવનની સ્વિચ ચાલુ રહી ગઈ હતી, જેથી ગૂંગળામણને કારણે મોત થયાં હોવાની પોલીસની પ્રાથમિક જાણકારી મળી છે. ઘાટલોડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી છે. આ દરમિયાન કારખાનાની અંદર રહેલા હસન, ઈબ્રાહિમ તથા અસ્લમ નામની ત્રણ વ્યક્તિનાં ગૂંગળામણને કારણે મોત નીપજ્યાં હતાં.