મુંબઈ : બિગ બોસ ઓટીટી (BBOTT) હવે તેના અંતિમ તબક્કામાં છે. આ અઠવાડિયે શોનો વિજેતા મળી જશે, ત્યારબાદ બિગ બોસ 15 ની રમત શરૂ થશે. અંતિમ સપ્તાહની વાત કરીએ તો, આ છેલ્લા સપ્તાહમાં 6 સ્પર્ધકો ઘરમાં રહી ગયા છે. પ્રતીક સહજપાલ, નેહા ભસીન, દિવ્યા અગ્રવાલ, નિશાંત ભટ્ટ, રાકેશ બાપટ અને શમિતા શેટ્ટી છેલ્લા સપ્તાહમાં વિજયના માર્ગ પર છે. જોકે, બિગ બોસની ઓટીટી ટ્રોફી કોણ ઘરે લઇ જશે તે જોવું રસપ્રદ રહેશે. જો તમે પણ ફીનાલેની રાહ જોઇ રહ્યા છો, તો ચાલો તમને જણાવીએ કે ફીનાલે ક્યારે છે.
ફીનાલે 18 સપ્ટેમ્બરે થશે
બિગ બોસ ઓટીટીના ફિનાલેની વાત કરીએ તો અહેવાલ છે કે તેનો ફીનાલે 18 સપ્ટેમ્બરે યોજાશે અને શોના વિજેતાની માહિતી પણ સાંજ સુધીમાં મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિનાલે સાંજે 7 વાગ્યે શરૂ થશે. તમે વુટ પર બિગ બોસનો સંપૂર્ણ ફીનાલે જોઈ શકશો. બિગ બોસ ઓટીટી 8 ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવ્યો હતો અને હવે સપ્ટેમ્બરનો અડધો સમય પસાર થઈ ગયા પછી, બિગ બોસ ઓટીટી તેના અંતિમ સ્ટોપ તરફ આગળ વધી રહ્યું છે. તે જ સમયે, બિગ બોસ ઓટીટીની સમાપ્તિ પહેલા મધ્ય સપ્તાહ એલીમીનેશન આવી શકે છે અને બે સ્પર્ધકો ઘરમાંથી બેઘર થઈ શકે છે.
બિગ બોસ 15 ક્યારે શરૂ થશે?
બિગ બોસ ઓટીટી પૂર્ણ થયા પછી, બિગ બોસ 15 ની રમત શરૂ થશે જે ઓટીટી પ્લેટફોર્મ પર નહીં પરંતુ કલર્સ પર બતાવવામાં આવશે. તેને સલમાન ખાન હોસ્ટ કરશે. જોકે આ શો ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બોસ 2 ઓક્ટોબરથી શરૂ થશે. આ વખતે બિગ બોસ 15 નું ફોર્મેટ પણ તદ્દન અનોખું અને ખૂબ જ પડકારજનક છે. પ્રોમોથી સ્પષ્ટ છે કે આ વખતે અભિનેત્રી રેખા પણ બિગ બોસનો ભાગ બનશે.