કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો છે. ત્યારે રાજ્યમાં સતત બીજા દિવસે નવા કેસમાં વધારો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 25 નવા કેસ નોંધાયા છે. જ્યારે 23 દર્દી સાજા થયા છે. જો કે રાજ્યમાં કોરોનાથી એક પણ મોત થયું નથી. રાજ્યમાં 47 દિવસ બાદ પહેલીવાર ડબલ ડિજિટમાં અમદાવાદ કોર્પોરેશનમાં 11 કેસ નોંધાયા છે. અગાઉ 31 જુલાઈએ અમદાવાદમાં 10 કેસ નોંધાયા હતા જ્યારે સુરત કોર્પોરેશન અને જિલ્લામાં 4-4 અને વડોદરા કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે. 4 કોર્પોરેશન અને 3 જિલ્લામાં જ નવા કેસ નોંધાયા છે. જ્યારે 4 કોર્પોરેશન અને 30 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.76 પર સ્થિર રહ્યો છે.
14 દિવસથી કોરોનાના કારણે એક પણ મોત નહીં
અગાઉ 12 ઓગસ્ટે રાજકોટ શહેર, 21 ઓગસ્ટે રાજકોટ, 25 ઓગસ્ટે જામનગર અને 3 સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લામાં એક-એક દર્દીનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા. એ પહેલા 23મી જુલાઈ સુધી સતત 12 દિવસ સુધી રાજ્યના એક પણ જિલ્લા કે શહેરમાં કેસ ડબલ ડિજિટમાં નોંધાયા ન હતા.
154 એક્ટિવ કેસ અને 7 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 702ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 82 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 15 હજાર 466 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 154 એક્ટિવ કેસ છે, જેમાંથી 7 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 147 દર્દીની હાલત સ્થિર છે.