તાજેતરમાં ગોરખપુર ખાતે ઓલ ઈન્ડિયા રેલવે ફેડરેશનનું સંમેલન યોજાયું હતું. સંમેલનની અંદર ભારત સરકારની નીતિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તે બાબતના હોદ્દેદારો પાસેથી સૂચનો લેવામાં આવ્યા હતા. આ સૂચનો રેલવે મંત્રાલયને મોકલવામાં આવ્યા હતા. સંમેલનમાં ફેડરેશન માટે નવા હોદ્દેદારો માટેની ચૂંટણી યોજાઈ હતી. સંમેલનની અંદર રેલવે મંત્રી મનોજસિંહા ઉપસ્થિત રહ્યા હતાં. સંમેલનની અંદર યોજાયેલ ચૂંટણીમાં WREUના જે.આર. ભોંસલેને કોષાધ્યક્ષ, આર.સી.શર્માને આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી અને અમદાવાદના એચ.એસ.પાલને કાર્યકારણી સદસ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
રેલવે દેશની જીવાદોરી છે. તમામ વર્ગોના મુસાફરો માટે ઓછા ખર્ચે યાત્રા કરવા માટેની આ એક માત્ર વ્યવસ્થા છે. જો આ ક્ષેત્રનું ખાનગીકરણ કરવામાં આવશે તો દેશના દરેક નાગરિકને તેની અસર થશે.
ખાનગીકરણના ભાગરૂપે ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનને કોન્ટ્રાકટ ઉપર ચલાવવા આપી દેવાયું છે અને લગભગ ૨૩ જેટલા રેલવે સ્ટેશનનું ખાનગીકરણ કરવા સરકાર દ્વારા યાદી બનાવવામાં આવી છે.