ટ્રાયના આદેશ મુજબ મોબાઇલ નંબરને 6 ફેબ્રુઆરી 2018 સુધી આધાર દ્વારા લિંક કરવાનું ફરજિયાત છે. 6 ફેબ્રુઆરી 2018 ડેડ લાઈન આપવામાં આવી છે જે અંતર્ગત તમામ કંપનીઓએ આધાર સાથે મોબાઇલ નંબરને લિંક કરવું ફરજિયાત છે. Vodafone પોતાના ગ્રાહકો માટે ઘરે ઘરે જઈને આધાર સાથે લિંક કરાવશે। Vodafone દ્વારા કસ્ટમર્સ માટે એક નવી સેવા સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી સેવા હેઠળ Vodafoneના વાન ઘરે ઘરે જઈને કસ્ટમરને મોબાઇલ નંબરને આધાર સાથે જોડી આપશે। મતલબ કે જો તમે Vodafone કસ્ટમર છો અને હજુ સુધી તમે તમારા નંબરને આધાર સાથે લિંક નથી કરાવ્યો તો આ સેવા ચોક્કસથી તમારા માટે જ છે.
Vodafone દ્વારા રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં આ સેવા શરૂ કરવામાં આવી છે. વોડાફોન દ્વારા આ નવી સેવા માટે મોબાઇલ વાન ઘરે ઘરે ફરીને તેમના કસ્ટમરને આ સેવાનો ફાયદો કરાવી રહી છે. તમને જણાવી દઈએ કે ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકની સંખ્યા વધારે છે. સાથે સાથે કસ્ટમર તેના સિમને 4G સિમ માં અપગ્રેડ કરી શકશે। આ સંપૂર્ણ પ્રક્રિયા માટે વપરાશકર્તાઓને કોઈ કિંમત નથી ચૂકવવી પડતી। આ પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે.
આ સાથેજ કસ્ટમર ઈચ્છે તો હવે ઓનલાઇન પણ આધાર સાથે મોબાઈલ નંબરને લિંક કરી શકશે। આ માટે યુઝર્સને જે તે મોબાઇલ ઓપરેટરની વેબસાઇટ પર જવાનું રહેશે અને ત્યારબાદ મોબાઈલ નંબર ઇન્સર્ટ કરી પછી ઓટીપી મળશે પછી ઓટીપીને વેબસાઈટ પર નાખ્યા બાદ તમારો આધાર નંબર લખો આ પ્રક્રિયા સાથે યુઝર્સ તેમના મોબાઇલ આધાર સાથે સરળતાથી લિંક કરી શકશે।