બુધવાર ના રોજ અમદાવાદ વૈષ્ણવદેવી પાસે આવેલ “મઢુલી રેસ્ટોરન્ટમાં”એક સ્નેહ -મિલન યોજાયુ જેમાં બીન્દીયાબેન, તેમજ હીનાબેન તથા ઘણી બધી બેહનો આ આયોજન માં જોડાયા હતા.બોટાદ ગામ નુ નામ જ એક કવિ ઉપર છે કવિશ્રી દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર તેમજ મહાત્મા ગાંધીજી એ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી નું બિરુદ આપેલ તેમની કમઁભુમી પણ બોટાદ છે.
બોટાદ ગામ કાઠિયાવાડ માં આવેલ એટલે માયાળુ તો હોવાના જ… “આપણા મલક માં માયાણું માનવી “આ ગીત ને સાર્થક કર્યું બોટાદની બેહનો એ……….શરૂઆત એક મોબાઈલ ગ્રુપ થી થઈ બિંદિયાબેન તેમજ એમની સેહલીઓ ના પ્રસ્તાવ થી ગ્રુપ માં એક મિલન માટે નો સંદેશો ફોરવર્ડ કર્યો કે તરત જ ઉત્સાહ ભેર બધી બેનો આ મિલન માં પોતાની હાજરી ની મંજૂરી આપતી ગઈ અને જોત જોતા માં 120 બેહનો આવી વરસાદ ની સીઝન માં ભેગી થઈ….. કોરાના પછી આ મોટુ મિલન જેમાં બધાએ ખુબ જ આનંદ કર્યો, સુખ દુઃખ ની વાતો કરી, ઘણી બેહનો 50થી ઉપર હતા તો પણ બચપન યાદ કરી મન થી નાચ્યાં, રમ્યા મજા કરી….120 બેહનો વચ્ચે ની આ પાર્ટી માં ગમ્મત ની સાથે રમત કરી સ્પેશ્યલ ડ્રેસ કોડ પણ હતો, બધાએ સાથે ભોજન પણ કર્યું … આ ગ્રુપ ના એડમીન બિંદિયાબેન ઘણા સમય થી મોબાઈલ માં એક ગ્રુપ ચલાવે છે જેનું નામ જ સુંદર છે…બોટાદ થી અમદાવાદ…. એમની લાગણી અને મળતાવડા સ્વભાવ થી એક પછી એક બધા જોડાતા ગયા….”હમ ચલતે ગએ ઓર કારવા બનતા ગયા “.આ વખતના સ્નેહ મિલન માં ઘણી બેહનો કોઈ કારણસર નથી આવી શકી એ બધી બેહનો ગ્રુપ ના આવા સુંદર ફોટા જોઈ અફસોસ વ્યક્ત કરતા કહે છે કે ફરી સ્નેહ મિલનમાં 120નહિ 200 બેહનો ભેગી થઈશું જેમના લગ્ન અમદાવાદ માં થયાં છે….. બાકી રહ્યું તો આનંદ ની વાત એ છે કે નેક્સ્ટ સ્નેહમિલન માં ગુજરાત ના અલગ અલગ જગ્યા એ થી તેમજ મુંબઈ પરણી ને ગઈ હોઈ એવી બધી દીકરી ઓ ભેગી થશે.