પીએમ મોદીના 79મા સ્વતંત્રતા દિવસના ભાષણના 20 મહત્વપૂર્ણ મુદ્દા: સુરક્ષા, વિકાસ અને આત્મનિર્ભર ભારત તરફ પ્રગતિ
ઘૂસણખોરી અને આતંક પર કડક સંદેશ, ‘હાઈ-પાવર ડેમોગ્રાફિક મિશન’ શરૂ થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતા ઘૂસણખોરોને કડક સંદેશ આપ્યો. નામ ન લેતા તેમણે પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર પણ આક્ષેપ કર્યા. તેમણે ‘હાઈ-પાવર ડેમોગ્રાફિક મિશન’ શરૂ કરવાની જાહેરાત કરી, જે ઘૂસણખોરીથી પીડિત વિસ્તારોના ડેમોગ્રાફિક પરિવર્તનને રોકશે.
રાષ્ટ્રીય સુરક્ષા માટે ટેક્નોલોજી આધારિત ‘સિક્યુરિટી કવચ’
2035 સુધીમાં તમામ વ્યૂહાત્મક અને નાગરિક સ્થળોને ટેક્નોલોજી આધારિત સુરક્ષા કવચથી સજ્જ કરાશે. પીએમ મોદીએ કહ્યું કે દેશ હવે રક્ષણના મુદ્દે કોઈ રિસ્ક લેવા તૈયાર નથી.
મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભરતા પર ભાર
પીએમએ કહ્યું કે હવે સ્વદેશીનો ઉપયોગ માત્ર મજબૂરીથી નહીં, પણ તાકાતથી કરાશે. “આપણે બીજાઓને મજબૂર કરી શકીએ એવી શક્તિ ધરાવવી જોઈએ,” એમ તેમણે ઉલ્લેખ કર્યો.
મોંઘવારીથી રાહત આપતી ‘Next Gen GST’ની જાહેરાત
દિવાળી સુધી ‘Next Generation GST Reforms’ લાગુ કરાશે. પીએમએ વચન આપ્યું કે સામાન્ય માનવીની જરૂરિયાતો પરના કરમાં નોંધપાત્ર ઘટાડો થશે અને રોજિંદી વસ્તુઓ સસ્તી થશે.
યુવાનો માટે 1 લાખ કરોડની રોજગાર યોજના
‘પ્રધાનમંત્રી વિકાસિત ભારત રોજગાર યોજના’ અંતર્ગત, ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનાર યુવાનોને રૂ. 15,000ની સહાય આપવામાં આવશે.
અવિરત વિકાસ માટે ટેક્નોલોજી અને અવકાશ ક્ષેત્રમાં ઉછાળો
ભારત પોતાનું અવકાશ મથક બનાવશે અને મેડ ઇન ઇન્ડિયા જેટ એન્જિન પર કામ શરૂ થયું છે. સમુદ્રમાં પણ તેલ અને ગેસ શોધવા મિશન મોડમાં કામગીરી શરૂ થઈ રહી છે.
આતંકવાદ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ નો ઉલ્લેખ
પીએમએ પહેલગામ હુમલાની યાદ અપાવતાં કહ્યું કે આતંકવાદીઓએ જે નરસંહાર કર્યો હતો, તેનો જવાબ ભારતે દુશ્મનની ધરતીમાં ઘુસીને આપ્યો. “ઓપરેશન સિંદૂર એ ગુસ્સાની અભિવ્યક્તિ છે,” એમ તેમણે સ્પષ્ટ કહ્યું.
ગરીબી સામે ઝૂકાવું નહીં – વિકાસ માટે પ્રતિબદ્ધતા
મોદીએ જણાવ્યું કે 25 કરોડ લોકો ગરીબી રેખા નીચેથી બહાર આવ્યા છે. “અમે ફક્ત નારા નથી આપતા, યોજનાઓ ઘરના દરવાજે પહોંચાડી છે.”
RSSનો ઉલ્લેખ અને યુવાનોને અનુરોધ
RSSના 100 વર્ષના યોગદાનને સ્વીકારી, મોદીએ યુવાઓને અનુરોધ કર્યો: “નવીન વિચારો લાવો, હિંમત ભેગી કરો, હું તમારા ભાગીદાર તરીકે તૈયાર છું.”
સમાપ્તમાં સંદેશ: 2047નું વિકસિત ભારત – દરેક ક્ષણ કિંમતી છે
મોદીએ જણાવ્યું કે દેશ હવે રોકાવા માંગતો નથી. 2047 સુધી વિકસિત ભારતનું લક્ષ્ય મેળવવા માટે દરેક નાગરિક, ખાસ કરીને યુવાનોને આગળ આવવાનું છે. “આદરની સાથે, આત્મવિશ્વાસ સાથે, ભારત હવે આગળ વધશે.”