રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! રેલવેએ શરૂ કરી નવી સેવા, ટિકિટ બુકિંગ બન્યું ખૂબ જ સરળ
ભારતીય રેલવેએ મુસાફરો માટે નવી સેવા શરૂ કરી છે. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે કામના સમાચાર છે. કોરોના સમયગાળા દરમિયાન, ભારતીય રેલવેએ મુસાફરોની સલામતી માટે ઘણા મોટા ફેરફારો કર્યા. આ ક્રમમાં, ભારતીય રેલવે હવે ટિકિટ બુકિંગ માટે હિન્દીમાં UTS એપ્લિકેશનની સુવિધા પૂરી પાડે છે.
રેલવે મંત્રાલયે માહિતી આપી
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, UTS મોબાઇલ એપનાં વપરાશકર્તાઓ હવે હિન્દી ભાષામાં ટ્રેનની ટિકિટ બુક કરાવી શકે છે. સમાચાર એજન્સી ANI માં પ્રકાશિત અહેવાલ મુજબ, ભારતીય રેલવે દ્વારા વિકસિત આ એપ લોકો માટે એક નવી સુવિધા લઈને આવી છે. અગાઉ આ એપ માત્ર અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ હતી. પરંતુ હવે તેમાં હિન્દી ભાષા પણ ઉમેરાઈ છે. જેના કારણે હવે મુસાફરો સરળતાથી તેમની જ ભાષામાં ટિકિટ બુક કરાવી શકશે.
યુટીએસ એપ્લિકેશનની જરૂર કેમ?
રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં આ એપનાં લગભગ 1.47 કરોડ નોંધાયેલા વપરાશકર્તાઓ છે. અને ધીમે ધીમે આ સંખ્યા વધુ વધતી જોઇ શકાય છે. કોરોના મહામારીના વધતા જતા સંક્રમણને જોતા મુસાફરોને ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં રેલવેએ UTS એપ લોન્ચ કરી જેથી લોકો જાતે જ સામાન્ય ટિકિટ બુક કરી શકે. આ એપ લોન્ચ થતાં હવે લોકો સરળતાથી ટિકિટ બુક કરી શકશે.
UTS એપથી ટિકિટ કેવી રીતે બુક કરવી
1. UTS મોબાઇલ એપ દ્વારા ટિકિટ બુક કરવા માટે, તમારે પહેલા તેને તમારા ફોન પર ઇન્સ્ટોલ કરવું પડશે.
2. આ પછી તમારે તેની સાથે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવો પડશે.
3. હવે તમે અહીં તમારું આઈડી બનાવો.
4. આ પછી તમે એપમાં ટિકિટ બુક કરવા માટે બે ઓપ્શન જોશો.
5. તમે બુક એન્ડ પેપર (પેપરલેસ) અને બુક એન્ડ પ્રિન્ટ (પેપર) પસંદ કરીને ટિકિટ બુકિંગ પ્રક્રિયા શરૂ કરી શકો છો.
6. જો તમે પેપરલેસ પસંદ કરો છો, તો તમારે સ્ટેશન પર ટિકિટ વેન્ડિંગ મશીનમાંથી ટિકિટ કાઢવાની જરૂર નહીં પડે.