આજકાલ મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ આ બાબતને લઈને દ્વિધા અનુભવે છે કે તેના ફોનની અંદર કેટલી એપ્સ ડાઉનલોડ કરે. દરેક સર્વિસ આપનાર ઇચ્છે છે કે યુઝર માત્ર તેની એપ્લિકેશન ડાઉનલોડ કરે પરંતુ ધીમે ધીમે ફોનની મેમરી ભરાવા લાગે છે અને પછી ફોન ધીમો થાય છે, બેટરી વિના કારણે ઉતરવા લાગે છે તે અલગ હવે સરકાર તમારી આ સમસ્યા દૂર કરવા જઈ રહ્યું છે સો બીમારીની એક દવા જેનું નામ છે ઉમંગ એપ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની ગ્લોબલ કોન્ફરન્સ ઓન સાયબર સ્પેસમાં ઔપચારિક રીતે આ એપ લૉન્ચ કરી હતી.
આ એપ Google Play Store અને iPhone Storeમાં પહેલેથી હાજર છે અને તેને લાખો લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ઉમંગ (UMANG) ડિજિટલ ઇન્ડિયા નિર્માણની દિશામાં અને સરકારની બધી સુવિધાઓને એક સ્થાને કરવામાં એક મોટી પહેલ છે, જેનાથી લોકોને સરકાર સાથે જોડવામાં આવે છે અને તેમને માહિતી અને સુવિધા માટે અહીંથી ત્યાં ભટકવું ન પડે. આ એપન હાલમાં 13 ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તેને તમારા આધાર નંબર સાથે તમે જોડી તમામ સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો.
UMANGનો મતલબ છે Unified Mobile Application for New-age Governance. એક વાર આ એપ ડાઉનલોડ કર્યા બાદ તમે તેની મદદથી સીબી આઈ નું રિઝલ્ટ, લાઈટ બિલ ભરવું, EPF બેલેન્સની માહિતી વગેરે જાણી શકશો। આ એપ કેદ્ર સરકાર અને રાજ્ય સરકારની તમામ એપ અને વેબસાઈટ એકજ મંચ પર મળશે। અત્યારે આ એપમાં રાજ્ય સરકારની 163 સર્વિસ એક સાથે મળશે


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.