કોંગ્રેસે પોતાના વધુ ઉમેદવારનું લીસ્ટ આજે બહાર પડ્યું એમાં અમદાવાદમાં સિક્યોર મનાતી કોંગ્રેસની સીટ દરિયાપુર અને જીતી શકાય એવી જમાલપુર સીટ પર બે ઉમેદવાર જાહેર કર્યા।
દરિયાપુર માટે ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરના ખાડિયા માટે શબ્બીર કાબલીવાલા, આ બંને બેઠકો પર કોંગ્રેસના ગઢમાં કાંગરા ચૂંટણી પહેલાંજ ખારવા માંડ્યા છે. ગ્યાસુદ્દીન શેખ પોતાની છાપ બદલવા માટે ગૌશાળા કરે છે તો વળી મોંઘવારી વિરુદ્ધ રેલીમાં એને જૂતાનો હાર પહેરાવાય તો એણે કહ્યું કે બુટલેગરોએ હાર પહેરાવ્યો છે પણ માંડ બધું સમુસુતરું ઉતર્યું ત્યાં ગ્યાસુદ્દીનના ફૂગ્ગામાંથી રાજુ મોમીને ગેસ કાઢી નાંખ્યો એક જમાનામાં ગ્યાસુદ્દીન જેમની તાકાત પર ચાલતો હતો એવા રાજુ મોમીન અને રાજેશ બ્રહ્મભટ્ટને હઈડ કહેતાં મામલો બીચક્યો છે આ વિસ્તારના લોકપ્રિય કોર્પોરેટર રજુ મોમીને ગ્યાસુદ્દીન સામે ફોર્મ ભરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
તો બીજી તરફ ગઈ ચૂંટણીમાં અપક્ષ ઊભા રહી કોંગ્રેસની કળા કરી નાંખનાર શબ્બીર કાબલીવાલાને ટિકિટ આપી છે ગઈ ચૂંટણીમાં શબ્બીર કાબલીવાલાને ટિકિટ નહીં આપવા ઇમરાન ખેડાવાલા એન્ડ કંપની સામે પડી હતી ત્યારે શબ્બીર કાબલીવાલા મોદીને મળ્યા હતા એમાં એમની ટિકિટ કપાઈ હતી અને અપક્ષ ઉભા રહી કોંગ્રેસને એવો ફટકો માર્યો હતો કે ભાજપ જીતી ગયું હતું પરંતુ આ વખતે શબ્બીર કાબલીવાલાને ટિકિટ અપાતા ઇમરાન ખેડાવાલા વિરોધમાં આવી ગયા છે જેના કારણે કોંગ્રેસની હાલત ઘર ફૂટે ઘર જાય જેવી થઇ ગઈ છે આમ છતાં આ બને જણાંને પૈણ સીધે એમ ચૂંટણીના મેદાનમાં વરઘોડો કાઢીને નીકળ્યાં છે પણ એમના સાતફેરામાં કેટલા વિઘ્ન આવે છે એ ચૂંટણીનો સમય જ કહેશે