Mahesana Crime News : બિલ્ડર મહેશ પટેલ ની બેદરકારી થી એક મજુર નો ભોગ
માનવતા મરી પરવારી છે અને ગરીબ મજૂરોના મોત ને તમાશો અને અકસ્માત માં ખપાવી ને કોઈ ના લાડકવાયા કોઇ ના પતિ કે પછી કોઈ ના પિતાને થોડા ક પૈસાની લાલચ આપી બોલતી બંધ કરવામાં આવે છે
અને પૈસા ફેકીને માનવ જિંદગી ખરીદવામાં આવી રહી છે
આજના યુગ માં દરેકને ટૂંકા માર્ગે ધનિક બનવુ છે અને આ માટે ખાસ કરી ને બિલ્ડીંગ કન્સ્ટ્રકશન નો ધંધો ફુલયો ફાલ્યો છે. અને કઈ કેટલાય ગરીબ મજૂરોના કોન્ટ્રાકટર ની સલામતી ના પગલાં ના અભાવે ભોગ લઈ ને આવા મૃત્યુ ને અકસ્માત માં ખપાવી કાયદા ની છટકબારી નો ઉપયોગ થઈ રહ્યો છે.
બસ આવું જ કાંઈક મહેસાણા ખાતે અવસર પાર્ટી પ્લોટ ની બાજુ માં આવેલ સ્કાઈલોન કોમ્પલેક્ષ ની બિલ્ડિંગ ની કામની સાઇટ પર ચાલી રહેલ construction ના કામ માં બિલ્ડર ની ગોર બેદરકારી સામે આવી છે અને જેને લીધે એક ગરીબ મજૂર નો ભોગ લેવાયો છે.
નીચે પડકતા માથાના ભાગે વાગતા મોત થયું હતું
નરેશ ભાઈ પરબત ભાઈ બારીયા નામના મજૂર નું મોત નીપજ્યું હતું,
25 વર્સીય મજૂર નું મોત
બિલ્ડીંગમમાં કન્શક્ટરનુ કામ ચાલુ હોવા છતાં પણ કોઈ સેફ્ટી માટેની સેફ્ટી નેટ લગાવવામાં આવી ન હતી. બિલ્ડીંગમા સેફ્ટી ના હોવાથી એક ગરીબ મજુરનુ મોત થયું હતું .construction સાઈટ પર કામ ચાલતુ હોવા છતાં બિલ્ડર તરફથી કોઈ પણ પ્રકારની સેફ્ટી ના રખાતાં બિલ્ડરની ગોર બેદર કારી સામે આવી છે. સામાન્ય મજુરનુ મોત થતાં પરીવારનો આધાર છીનવાઈ જતા પરિવાર નિરાધાર બન્યો હતો. બિલ્ડર સામે કડકમાં કડક પગલાં લેવા તજવીજ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે
બિલ્ડર પોતાના ખિસ્સા ભરતા રહ્યા અને સેફ્ટીના અભાવે સામાન્ય મજૂરે પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે સવાલ એ રહ્યો કે પરિવાર ના ભરણ પોષણ કરતા મજુર ના મોત પછી પરિવારનુ કોણ .?