સુરતમાં ભારે વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ તૂટી જતાં વાહનચાલકોને હેરાનગતિ, ભૂવો પડતાં બસ ફસાઈ
સુરત શહેરમાં છેલ્લા પંદર દિવસથી જે પ્રકારનો વરસાદ ખાબકી રહ્યો છે. તેના કારણે રોડ રસ્તાઓ તૂટી ગયા છે. દર વખતે ચોમાસા દરમિયાન આ જ પ્રકારની સ્થિતિ સુરત શહેરમાં જોવા મળતી હોય છે. રસ્તામાં ખાડાઓ પડેલા જોવા મળે છે અને ભુવો પડવાના કિસ્સાઓ પણ વધી જતા હોય છે. રોડ બનાવનાર કોન્ટ્રાકટરો દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી ન હોવાને કારણે સુરતીઓને ચોમાસા દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
વિઓ::ડભોલી બાલાજી નગર પાસે ભૂવામાં ટ્રાવેલ્સ ફસાઈ હતી. યોગીધારા ટ્રાવેલ્સ ના ચાલક જ્યારે ગાડી હંકારીને રોડની સાઇડ પર થી પસાર થઇ રહ્યા હતા ત્યારે ટ્રાવેલ્સના પાછળના પૈડાં ભૂવામાં ફસાઈ ગયા હતા. જેમાંથી બહાર લાવવા માટે ભારે જહેમત કરવી પડી હતી. ભૂવામાં ટ્રાવેલ્સ ફસાઈ જતા ગાડીની પાછળ નો ભાગ રોડ ટચ થઈ ગયો હતો. જેસીબી મશીનની મદદથી ટ્રાવેલ્સ અને કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સામાન્ય સભામાં પણ આ વખતે શહેરના રસ્તાઓની બિસ્માર હાલત નો પ્રશ્ન ખૂબ જ ઉગ્રતાથી રજૂ થયો હતો.
પરંતુ શાસકો દ્વારા કોઈ નક્કર પગલા લેવાયા નથી. રાજકીય રીતે ખૂબ જ વિરોધ થયા બાદ કેટલાક કિસ્સાઓમાં માત્ર રોડ ઉપર થીગડાં મારવા ની કામગીરી કરીને સંતોષ માની લેવામાં આવે છે. લોકોએ ભરેલા કરોડો રૂપિયાનો ટેક્સ આ રીતે વરસાદી પાણીમાં હંમેશા ખોવાઈ જતો જોવા મળે છે પરંતુ કોન્ટ્રાકટર સામે જે રીતે શાસક પક્ષ દ્વારા કાર્યવાહી થવી જોઈએ તે થતી ન હોવાને કારણે વાહનચાલકોને તેની મુશ્કેલીનો સામનો કરવો પડે છે.