અર્જુનની છાલ અને તજનું પાણી પીવાથી મળશે આ 5 આશ્ચર્યજનક લાભ, ખાલી પેટે કરશો સેવન તો થશે વિશેષ લાભ
આયુર્વેદ શાસ્ત્ર મુજબ ઘણા ઔષધીય તત્ત્વો એવા છે જે શરીરને અંદરથી શુદ્ધ અને મજબૂત બનાવે છે. એમા અર્જુન છાલ અને તજનો સમાવેશ થાય છે. બંને કુદરતી તત્ત્વો શરીર માટે “હેલ્ધ ટોનિક” તરીકે કામ કરે છે. જ્યારે આ બંનેનો એકસાથે ઉપયોગ થાય, તો તેના આરોગ્યલાભ ચોંકાવનારા બની જાય છે. રોજ સવારે ખાલી પેટે તેનું સેવન માત્ર પાંચ દિવસમાં આરોગ્યમાં ખાસ ફેરફાર જોવા મળે છે. ચાલો જાણીએ કઈ 5 મોટી સમસ્યાઓમાં આ કઢો ફાયદાકારક છે:
1. હૃદયને મજબૂત બનાવે:
અર્જુનની છાલમાં ફ્લેવોનોઇડ્સ અને ટેનિન્સ હોય છે, જે હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે. તે કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે છે અને બ્લડ પ્રેશર પણ સંતુલિત રાખે છે. જ્યારે તજ સાથે મળીને તેનું સેવન કરવામાં આવે છે, ત્યારે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓનું જોખમ ઘટાડે છે. હૃદય રોગ ધરાવતા લોકો માટે આ પ્રાકૃતિક ઉપાય ખુબ જ લાભદાયક છે.
2. રોગપ્રતિકારક શક્તિમાં વધારો:
તજ એ એક શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ મસાલો છે, જ્યારે અર્જુન છાલમાં એન્ટીઑકિસડન્ટ અને ખનિજ તત્ત્વો હોય છે. આ દ્રાવણ રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવી શરીરને ચેપો, શરદી અને મોસમી રોગોથી બચાવે છે.

3. બ્લડ શુગર પર નિયંત્રણ:
તજ શરીરમાં ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારવામાં મદદ કરે છે. અર્જુનની છાલ પણ ખાંડના સ્તરને સંતુલિત રાખે છે. બંનેનું સંયોજન ડાયાબિટીસ ધરાવતા માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે, ખાસ કરીને ટાઇપ 2 ડાયાબિટીસ માટે.
4. થાક અને નબળાઈ દૂર કરે:
અર્જુન છાલ શરીરમાં રક્ત પ્રવાહ સુધારવા અને શક્તિ પુરા પાડવા માટે જાણીતું છે. તજ ચયાપચયને ઝડપી બનાવે છે, જેને લીધે શરીરમાં તાજગી અને ઉર્જા આવે છે. જો તમે નબળાઈ કે લો બીપીનો સામનો કરો છો તો આ પિયુ વધુ લાભદાયક સાબિત થશે.

5. પાચન તંત્રને મજબૂત બનાવે:
તજ ગેસ, અપચો અને એસિડિટીની સમસ્યા દૂર કરે છે. અર્જુન છાલ પેટની બળતરા અને પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે. ખાલી પેટે તેનું સેવન પેટને ઠંડક આપે છે અને પાચન તંત્રને આરામ આપે છે.
સેવનની પદ્ધતિ:
- 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી અર્જુનની છાલ અને ½ ચમચી તજ પાવડર ઉમેરો.
- આખી રાત પલાળીને રાખો.
- સવારે તેને 5 મિનિટ સુધી ઉકાળો.
- હૂંફાળું રહે ત્યારે ગાળી ખાલી પેટે પીવો.
આ ઘરગથ્થું ઉપાય તમે નિયમિત અપનાવશો તો તમારા આરોગ્યમાં અનોખો બદલાવ આવી શકે છે.
