લખનઉમાં ધરણા પર બેઠેલા અખિલેશ યાદવની પણ અટકાયત કરવામાં આવી છે. તેમને પોલીસે લખીમપુર ખીરી જતા અટકાવ્યા હતા. આ પછી તેઓ ધરણા પર બેઠા. હવે પોલીસ તેમને કસ્ટડીમાં લીધા છે. આ પહેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની સીતાપુરમાં અટકાયત કરવામાં આવી હતી. તેઓ પણ લખીમપુર ખીરી જઈ રહ્યા હતા..
ઉત્તરપ્રદેશના પુર્બ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે પોલીસ સ્ટેશનની સામે જે પોલીસની ગાડીને સળગાવવામાં આવી હતી. તેને પોલીસ દ્વારા જ સળગાવી દેવામાં આવી હતી. અખિલેશે કહ્યું કે આ બધુ આંદોલનને નબળું પાડવા માટે કરવામાં આવી રહ્યું છે. અખિલેશે કહ્યું કે જો આ સરકાર અમને લખીમપુર જવાની પરવાનગી નહીં આપે તો તેઓ ત્યાં (લખનઉ) ધરણા પર બેસીને સત્યાગ્રહ કરશે.
લખનઉ: પોલીસ સ્ટેશનની સામે પોલીસની કાર સળગાવાઇ
લખનઉમાં અખિલેશ યાદવ ધરણા પર બેઠા છે તે સ્થળથી થોડા અંતરે એક પોલીસ વાહનને આગ ચાંપી દેવામાં આવી હતી. લખનઉમાં ગૌતમપલ્લી પોલીસ સ્ટેશન સામે જ પોલીસની ગાડી સળગાવી દેવામાં આવી હતી. જો કે,એસપી કાર્યકર્તાઓનો આરોપ છે કે પોલીસકર્મીઓએ જ તે વાહનને આગ લગાવી હતી.
ધરણા પર બેસેલા અખિલેશે કહ્યું- ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો
અખિલેશ યાદવે કહ્યું કે ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે. તેમણે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામાની માંગ કરી હતી. આ સિવાય મૃતક ખેડૂતોના પરિવારજનોને 2-2 કરોડ રૂપિયા સહાય આપવાની પણ માંગ કરી હતી. આ ઉપરાંત આ મામલે સીબીઆઈ તપાસની માંગ પણ કરી હતી. અખિલેશ યાદવે કહ્યું, ‘અંગ્રેજોએ પણ એટલો અત્યાચાર કર્યો ન હતો જેટલો આ ભાજપ સરકાર ખેડૂતો પર કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને નાયબ મુખ્યમંત્રી કે જેમનો કાર્યક્રમ હતો તેમણે પણ રાજીનામું આપવું જોઈએ. અખિલેશે વધુમાં કહ્યું હતું કે જે ખેડૂતો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને 2-2 કરોડ રૂપિયાની સહાય અપાવામાં આવે અને તેમના પરિવારને સરકારી નોકરી પણ આપવામાં આવે.
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષની કાર દ્વારા કચડાઈ જવાથી ખેડૂતોના મોતના સંદર્ભમાં પોલીસે આશિષ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. આશિષ સહિત 14 લોકો સામે તોફાનો અને ષડયંત્રનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. રવિવારે લખીમપુર ખીરીમાં ખેડૂતોના આંદોલન વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં 8 લોકોના મોત થયા હતા થયા.
અહીં, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી મૃતકોના પરિવારજનોને મળવા મોડી રાત્રે દિલ્હીથી લખનઉ પહોંચ્યા હતા. તેના થોડા સમય પછી તે લખીમપુર જવા રવાના થયા હતા. પરંતુ સવારે 5:30 વાગ્યે પ્રિયંકા ગાંધીને સીતાપુર જિલ્લાની હરગાંવ બોર્ડર પર પોલીસે કસ્ટડીમાં લીધા હતા. પોલીસની નજરથી બચતા પ્રિયંકા રૂટ બદલીને લખીમપુર જઈ રહ્યા હતા. તેમને પીએસી ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવ્યા છે. ડીએમ એસપી સહિત ભારે પોલીસ ફોર્સ સ્થળ પર છે. બીજી તરફ સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ લખીમપુર-ખીરી જવાની વાત કરી હતી. તેમના ઘરની બહાર પર મોટા પ્રમાણમાં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
મોડી રાત સુધી ચાલેલા હંગામાને પગલે અફવાઓ ફેલાવાની સંભાવનાને જોતા આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્રીય મંત્રી આશિષ મિશ્રાનો પુત્રએ તેમના સાથીઓને કારથી ટક્કર મારી હતી. આ પછી જ હંગામો થયો અને હિંસામાં ભાજપના નેતાના ડ્રાઈવર સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા.