એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ગંદકીના થર વચ્ચે ડોક્ટર રહે છે. પીજી હોસ્ટેલમાં સતત ગંદકી અને જર્જરિત વ્યવસ્થાના કારણે આજે પીજી ડોક્ટરોએ હાથમાં ડોલ લઈને રેલી કાઢી હતી. આ માટે અગાઉ સિવિલ હોસ્પિટલના સેનેટરી વિભાગ સુધી અરજીઓ થઈ છે છતાં હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી.
આ ડોક્ટરોએ કોરોનાના સમયમાં પોતાના જીવ દાવ પર લગાવીને દર્દીઓની સેવા કરી હતી. ત્યારે ડોક્ટર હવે ખરાબ પરિસ્થિતિમાં રહેવા મજબૂર છે. પી.જી હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓને લઈને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરીને રસ્તા પર ઉતર્યા હતા.
અમદાવાદની બી.જે મેડીકલ કોલેજની પી.જી હોસ્ટેલમાં સતત અવ્યવસ્થાના કારણે પી.જી ડોક્ટરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. થોડા સમય પહેલા જુની ગર્લ્સ પીજી હોસ્ટેલમાં છતના પોપડા પડ્યા હતા. ત્યારે હવે આજે ડોક્ટરોએ હાથમાં ડોલ લઈને પોતાને પડતી મુશ્કેલીઓ અંગે વિરોધ વ્યક્ત કરવા રેલી કાઢી હતી. આ ડોક્ટરોની નવી પીજી હોટેલમાં પણ ગંદકીના થર જાેવા મળ્યા હતા. આ પરિસ્થિતિના કારણે ડોક્ટરો ખરાબ સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે.