Gujarat Rent Bill 2026: મકાન માલિકો અને ભાડૂઆતો માટે બદલાશે નિયમો, જાણો કાયદાકીય ફેરફારોની વિગતો

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
4 Min Read

Gujarat Rent Bill 2026: સમયસર મકાન ખાલી નહીં કરો તો ચૂકવવું પડશે બમણું ભાડું, નવી રેન્ટ ઓથોરિટીની થશે રચના

  • મકાન માલિકો અને ભાડૂઆતો વચ્ચેના સંબંધો થશે વધુ સ્પષ્ટ, કાયદામાં ફેરફાર માટે પ્રસ્તાવ રજૂ
  • ભાડા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા મોટો નિર્ણય: મકાન માલિક હવે ૩ મહિનાથી વધુ ડિપોઝિટ નહીં લઈ શકે

Gujarat Rent Bill 2026 ગુજરાતમાં રિયાલ્ટી ક્ષેત્રે ભાડાની મિલકતો અને કોમર્શિયલ સુવિધાઓના ઉપયોગને લઈને દાયકાઓ જૂના કાયદાઓમાં અમૂલચૂલ પરિવર્તન લાવવાની દિશામાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. રાજ્યમાં ભાડૂઆતો અને મકાન માલિકો વચ્ચે અવારનવાર સર્જાતા વિવાદોને અટકાવવા તથા બંને પક્ષોના અધિકારોનું રક્ષણ કરવા માટે ‘ગુજરાત રેન્ટ બિલ ૨૦૨૬’ ગૃહમાં રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવિત બિલનો મુખ્ય આશય ભાડાની વ્યવસ્થાને વધુ પારદર્શક, કાયદાકીય રીતે મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવાનો છે.

લેખિત કરાર ફરજિયાત અને ડિપોઝિટ પર મર્યાદા

નવા પ્રસ્તાવિત બિલની સૌથી મહત્વની જોગવાઈ મુજબ, હવેથી રાજ્યમાં રહેણાંક કે કોમર્શિયલ મિલકત ભાડે આપતી વખતે લેખિત ભાડા કરાર (Rent Agreement) કરવો કાયદાકીય રીતે ફરજિયાત બનશે. મૌખિક સમજૂતી કે બિન-નોંધાયેલા કરારોને હવે માન્યતા મળશે નહીં.

- Advertisement -

આ ઉપરાંત, મકાન માલિકો દ્વારા લેવામાં આવતી મનસ્વી સિક્યુરિટી ડિપોઝિટ પર પણ અંકુશ મૂકવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર, મકાન માલિક ભાડૂઆત પાસેથી મહત્તમ ત્રણ મહિનાના ભાડાથી વધુ સિક્યુરિટી ડિપોઝિટ વસૂલ કરી શકશે નહીં. એટલું જ નહીં, ભાડૂઆત જ્યારે મિલકત ખાલી કરે ત્યારે મિલકતને થયેલા વ્યાજબી નુકસાનની કપાત કર્યા બાદ, બાકી નીકળતી ડિપોઝિટની રકમ મકાન માલિકે એક મહિનાના સમયગાળામાં પરત કરવાની રહેશે.

Gujarat Rent Bill 2026

- Advertisement -

નવી રેન્ટ ઓથોરિટીની રચના અને નિયમોનું પાલન

કાયદાના કડક અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા એક નવી ‘રેન્ટ ઓથોરિટી’ ની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઓથોરિટી સમક્ષ મકાન માલિક અને ભાડૂઆતે ભાડાની મિલકત સંબંધિત તમામ જરૂરી વિગતો અને કરારની નકલ જમા કરાવવી પડશે. આ વ્યવસ્થાથી રાજ્યમાં ભાડે આપેલા તમામ મકાનો અને કોમર્શિયલ મિલકતોનો યોગ્ય સરકારી ડેટા તૈયાર થશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ પક્ષ તરફથી ગેરરીતિ થાય તો કાયદાકીય કાર્યવાહી સરળ બની રહે.

સમારકામની વિભાજિત જવાબદારીઓ

ઘણા કિસ્સાઓમાં મિલકતના રિપેરિંગ અને નિભાવણી ખર્ચને લઈને મકાન માલિક અને ભાડૂઆત વચ્ચે ઘર્ષણ થતું હોય છે. આ બિલમાં સમારકામ અંગેની જવાબદારીઓ તદ્દન સ્પષ્ટ કરી દેવામાં આવી છે. મકાન અથવા મિલકતના માળખાગત સમારકામ (Structural Repairs) જેમ કે છત, મુખ્ય ભીંતો કે મોટો સિવિલ વર્ક માટે મકાન માલિક પોતે જવાબદાર રહેશે. જ્યારે દૈનિક અથવા નિયમિત વપરાશને કારણે થતા નાના-મોટા સમારકામ અને નિભાવણીની જવાબદારી ભાડૂઆતની રહેશે.

Gujarat Rent Bill 2026

- Advertisement -

સમયસર કબજો ન સોંપવા પર બમણું ભાડું

Gujarat Rent Bill 2026 મકાન માલિકોના હિતોનું રક્ષણ કરવા માટે બિલમાં એક કડક જોગવાઈ સામેલ કરવામાં આવી છે. જે મુજબ, ભાડા કરારની મુદત પૂર્ણ થઈ ગયા પછી અથવા કાયદેસરની નોટિસ આપ્યા બાદ પણ જો ભાડૂઆત મિલકતનો કબજો ખાલી ન કરે અને બળજબરીથી કબજો જાળવી રાખે, તો તેણે નિર્ધારિત ભાડા કરતાં બમણું ભાડું ચૂકવવું પડી શકે છે.

Gujarat Rent Bill 2026 ગુજરાતમાં વધતા જતા શહેરીકરણ અને ભાડાના બજારને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી રહેલું આ બિલ મિલકત માલિકોને પોતાની મિલકત ભાડે આપવા માટે પ્રોત્સાહિત કરશે અને ભાડૂઆતોને શોષણથી બચાવશે.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.