એચએમડી ગ્લોબલે Nokia 8 માટે એન્ડ્રોઇડ્સ લેટેસ્ટ વર્ઝન એટલે કે Android Oreo અપડેટ આપવામાં આવ્યું છે. Nokia 8 કંપનીનો ફ્લેગશિપ સ્માર્ટફોન છે, જે તાજેતરમાં ભારતમાં લોન્ચ થયોછે. લોન્ચ સમયે જ કંપનીએ જણાવ્યું હતું કે આ સ્માર્ટફોનમાં ફ્યુચર અને લેટેસ્ટ એન્ડ્રોઇડ વર્ઝનના અપડેટ્સને ઝડપથી મળી જશે.
ફિનલેન્ડની કંપની એચએમડી ગ્લોબલ પાસે Nokia સ્માર્ટફોન બનાવવાનો અધિકાર છે અને કંપનીએ અત્યાર સુધીમાં ચાર Android અને એક ફીચર ફોન લોન્ચ કર્યા છે. એચએમડી ગ્લોબલના ચીફ પ્રોડક્ટ ઑફિસર ઝુહોએ કહ્યું છે, ‘Android 8.0 Oreo ક્યોર અને સિક્યોરથી અપડેટ કરી શકાશે। અમે હંમેશા અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ Android ફોનનો અનુભવ આપવા માંગીયે છીએ, તેથી અમે ટેસ્ટ, ઓપ્ટિમાઇઝ અને રિફાઈન કરતા રહીયે છીએ.’
આવનારા બે દિવસમાજ Nokia 8માં Android Oreo અપડેટ મળવાની શરૂ થઇ જશે. જો તમે Nokia 8 વાપરતા હો તો આ અપડેટ તમારા માટે જ છે. તમારા ફોનમાં નવું અપડેટનું નોટિફિકેશન મળી જશે ત્યાર બાદ તમે તમારા સ્માર્ટ ફોનને અપડેટ કરી શકશો।