ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ગુજરાતમાં પૂર બહારમાં ચૂંટણીનો રંગ જામ્યો છે. ત્યારે નરેન્દ્ર મોદી 27 અને 29 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર અર્થે આવશે। પીએમ મોદીની 27 નવેમ્બરે સુરતના કામરેજમાં રેલી યોજાવાની હતી તે સ્થળ બદલીને હવે કડોદરામાં રેલી યોજવામાં આવશે।
સભા સ્થળ બદલવા પાછળ અત્યારે તો સભા સ્થળ નાનું પડે છે તેવું કારણ આપવામાં આવ્યું છે. સુરતમાં જે રેલી યોજાવાની છે તેમાં વિશાળ જનમેદની ઉમટી પડે તેવી શક્યતા છે. સુરતના કામરેજમાં ક્રિકેટ મેદાન પર રેલી યોજવાની હતી તેની જગ્યા એ અત્યારે કડોદરાના હનુમાન મંદિરના મેદાનમાં જાહેર સભા યોજાશે।
27 નવેમ્બરે સવારે નવ કલાકે કચ્છના ભૂજ ખાતે ત્યાર બાદ 11 કલાકે જસદણ ખાતે ત્યારબાદ બપોરે એક કલાકે અમરેલીના ધારી ખાતે અને ત્યારબાદ ત્રણ કલાકે સુરતના કડોદરામાં જાહેર સભા યોજાશે। 29 નવેમ્બરે રાજકોટના મોરબીમાં સવારે 9 કલાકે, સોમનાથના પ્રાચીમાં 11 કલાકે ત્યારબાદ બપોરે 1.30 કલાકે ભાવનગરના પાલીતાણામાં અને 3.30 કલાકે દક્ષિણ ગુજરાતના નવસારીમાં જાહેર જનતાને સંબોધશે।