અમદાવાદના કોર્પોરેટરોને જે નિયમો મુજબ તેમને કામ કરવાનું હોય છે એ નિયમોની એટલેકે GPMC (ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ) ની માહિતી મળી રહે તે માટે 200 જેટલી પુસ્તકો કોર્પોરેશન દ્વારા ખરીદી કોર્પોરેટરો ને આપવામાં આવશે. આ માટે નો ઓર્ડર ખાનગી કમ્પની ને આપવામાં આવ્યો છે.
મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં આજે 192 કોર્પોરેટરો માટે આ બુકસ ખરીદવાનું તાકીદનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે કોર્પોરેટરોને GPMC એક્ટનું જ્ઞાન મળે અને તેઓ તેનાથી વાકેફ થાય તેના માટે આ પુસ્તકો ખરીદવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આ પુસ્તકો માટે રૂપિયા 3.50 લાખ ખર્ચ કરવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન હવે તેમના નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને કાયદા અને સત્તાધિકારીઓ અને અધિકારીઓની ફરજો, સત્તાઓ અને ફરજિયાત અને મરજિયાત ફરજોઠી થી વાકેફ થાય તે માટે જી પી એમ સી એક્ટની બુક્સ આપવામાં આવશે. 2015 પછીના કેટલાક સુધારા સાથેની 200 જેટલી બુક ખાનગી પ્રકાશને છાપવા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે.
તો શું 2015 બાદ કોર્પોરેટરો ને આ કાયદાઓનું જ્ઞાન હતુજ નહીં? આ ઉપરાં આગળ જે ટેબ્લેટ અને સ્માર્ટફોન કોર્પોરેટરો ને આપવામાં આવ્યા હતા તેનો તેમને પ્રજાના હિટ માટે કેટલો ઉપયોગ કર્યો એ જાણવું રસપ્રદ બની શકે. આ ઉપરાંત આ ચોપડી વાંચી ને કેટલા કોર્પોરેટરો તેને ઉપયોગ માં લે છે એ સમય બતાવશે.