પારડી નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ અગ્રણી હિતેશ પટેલે આપ્યું રાજીનામું, કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા. પારડી નગરપાલિકાના વિરોધ પક્ષના સભ્ય એ કોંગ્રેસ માંથી રાજીનામુ આપી ભાજપ સાથે જોડાયા કોંગ્રેસના પાર્ટીના અવગણાથી સ્વૈચ્છીક રાજીનામુ ધરી 150 કાર્યકર્તા સાથે ભાજપની ખેસ પહેરી.

પ્રતિનિધિ પારડી
પારડી નગરપાલિકાના વોર્ડ નં 4 માં કોંગ્રેસ પાર્ટીના પક્ષ માંથી ચૂંટાઈ ને વિજેતા થયેલ સભ્ય અને હાલ પાલિકામાં વિરોધ પક્ષના નેતા એવા હિતેશ આર પટેલે વલસાડ જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ કિશનભાઇ પટેલને રાજીનામુ ધરી દીધું હતું અને સાથે તેઓ આજરોજ પારડી ખાતે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન પ્રંસગમાં હાજર રહેલ ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈ ડૉ કે સી પટેલ કાર્યાલયના ઉદ્ઘાટક સ્વામી હરિ પ્રસાદજી પાલિકા પ્રમુખ રતનબેન પટેલની ટીમ પાલિકા સંઘટન ના અરવિંદભાઈ પટેલની ટીમ સાથે ભાજપના હોદ્દેદારો ની ઉપસ્થિમાં પોતાના 150 જેટલા કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા અને ભાજપની ખેસ પહેરી હતી તેઓએ જણવ્યું હતું કે કોંગ્રેસના પાર્ટીના અવગણાથી સ્વૈચ્છીક રાજીનામુ ધરી 150 કાર્યકર્તા સાથે ભાજપની ખેસ પહેરી ને ભાજપ પાર્ટીમાં જોડાયો છું .