મુંબઈમાં થયેલા ખુબજ દર્દનાક આતંકી હુમલાને આજે 9 વર્ષ થયા છે. આ દુર્ગટનાની સમગ્ર વિશ્વમાં ખુબજ નિંદા થઈ હતી. 2008માં અઝમલ ક્સાબ તેના 9 સાથીદારો સાથે મુંબઈ પર સમુદ્ર માર્ગથી ઘૂસણખોરી કરી ત્રાટક્યો હતો. મુંબઈના કેટલાય વિસ્તારોને નુકસાન કરી કસાબે હોટેલ તાજને પોતાના કબ્જામાં લીધી હતી. ખુબજ મુશ્કેલ આ ઓપરેશનને ભારતીય સિપાહીઓએ ખુબજ હિંમત અને તાકાત થી પાર પડ્યું હતું। હુમલામાં 166 નિર્દોશ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. લોકોએ 26/11 આખી રાત મુંબઈની સડકો પર મોતનું તાંડવ નિહાળ્યું હતું લોકો આતંકના ઓથાર નીચે આવી ગયા હતા.
મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસના રેલ્વે સ્ટેશન પરથી મોતનું તાંડવ શરૂ થયું. આતંકવાદીઓએ અંધાંધુધ ગોળીબાર કર્યો હતો અને હેન્ડગ્રેનેડ્સ પણ ફેંકાયા હતા. જેના કારણે 58 નિર્દોષ લોકોનું મૃત્યુ થયું. બાકીના કેટલાક લોકોને ઇજાઓ થઈ , અથડામણને કારણે ઘણા ઘાયલ થયા હતા.
તે જ દિવસે, શહેરમાં 4 સ્થળો પર છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન ઉપરાંત, આતંકવાદીઓએ તાજ હોટેલ, હોટેલ ઓબેરોય, લિયોપોલ્ડ કાફે, કામાં હોસ્પિટલ અને દક્ષિણ મુંબઇના ઘણા સ્થળોએ હુમલા શરૂ કર્યા હતા.
હેમંત કરકરે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના ચીફ, 26/11ના મુંબઇ હુમલાઓમાં શહીદ થનારા પ્રથમ બહાદુર ઓફિસર હતા. હેમંત કરકરેએ ખુબજ ભાદુરી પૂર્વક આતંકીઓનો પીછો કર્યો હતો તેમને 3 ગોળી લાગી ત્યાં સુધી તેમને આતંકીઓ સામે બાથ ભીડી હતી. ભારતીઉ સેનાએ તમામ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો તેમજ મુખ્ય આતંકી અઝમલ કસાબને જીવતો પકડી પાડ્યો હતો.
21 નવેમ્બર 2012ના કસાબને ફાંસી આપવામાં આવી છે જોકે હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સૈયદ અત્યારે પણ પાકિસ્તાનમાં ખુલ્લો ફરી રહ્યો છે હાફિઝને અમેરિકાએ મોસ્ટવોન્ટેડ આતંકીઓના લિસ્ટમાં રાખ્યો છે. હાફિઝ સૈયદ ને પાકિસ્તાની કોર્ટે થોડા દિવસ પહેલાજ મુક્ત કર્યો છે.