વડોદરા:શહેરવાડી બેઠક પર અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે ચંદ્રિકા સોલંકી,
ચંદ્રિકા સોલંકીને કોંગ્રેસ આપવાની હતી ટિકિટ,રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ ટિકિટ મળે તેવી સંભાવના હતી પ્રબળ
આજે જાહેર કરાયેલી યાદીમાં ટિકિટ કપાતા આવતીકાલે અપક્ષ તરીકે ભરશે ફોર્મ
બનાસકાંઠા : કોંગ્રેસના ઉમેદવારોને ફોન કરી ઉમેદવારી માટે કરાઈ જાણ,વડગામ :મણીભાઇ વાઘેલા,પાલનપુર:મહેશ પટેલ,ધાનેરા:જોઇતા પટેલ
ડીસા :ગોવાભાઇ દેસાઈ, થરાદમાંથી યુથ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, વાવ :ગેનીબેન ઠાકોર
સાબરકાંઠા: પ્રાંતિજ બેઠક માટે ઉમેદવાર મહેન્દ્ર બારૈયા તથા ખેડબ્રહ્મા બેઠક માટે ઉમેદવાર અશ્વિન કોટવાળને કરવામાં આવી ફોન દ્વારા જાણ,
આવતીકાલે ભરશે ઉમેદવારી પત્રક
વડોદરા શહેરની પાંચેય વિધાનસભાનાં કોંગ્રેસના ઉમેદવારોને ફોન પર મેન્ડેટ અપાયા.
વડોદરા શહેર – અનિલ પરમાર, સયાજીગંજ – નરેન્દ્ર રાવત, અકોટા – રણજિત ચૌહાણ, રાવપુરા- ભથ્થુંભાઈ, માંજલપુર – ચિરાગ ઝવેરી
ખેડા : કોંગ્રેસે ફોન દ્વારા મેન્ડેટની જાણ કરી, નડીયાદ : જીતેન્દ્ર પટેલ ઉર્ફે આઝાદ
અમદાવાદ :નિકોલ વિધાનસભા બેઠકમા કોંગ્રેસને ફટકો,વિરાટનગર વોર્ડનાં મંત્રી, મ્યુનિ કાઉન્સિલર ,વોર્ડ પ્રમુખ, યુવા પ્રમુખ, તથા મોટી સંખ્યામાં કાર્યકરો આપશે રાજીનામુ
અલ્પેશ ઠાકોર રાધનપુરથી લડશે ચૂંટણી, આવતી કાલે નોંધાવશે ઉમેદવારી
અમદાવાદઃ આજે સાંજ સુધી જાહેર થશે ભાજપની છેલ્લી, 34 ઉમેદવાર ના નામ થશે જાહેર, બીજા તબક્કાની બેઠક માટે જાહેર થશે નામ