અાઝાદી મળી તે પહેલા 1947માં અાચાર્ય કૃપલાણી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા. અે સમયે કોંગ્રેસ પાસે દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓની પીર્ટી હતી.પાર્ટીના અધ્યક્ષ અને પ્રઘાનમંત્રીની ભૂમિકા મુદે તે સમયે સવાલો ઊઠ્યા હતા. અાચાર્ય કૃપલાણીનો મત હતો કે સરકાર કંઈ પણ મહત્વનો નિર્ણય કરે તેમા પાર્ટી પૂર્વે અધ્યક્ષનો નિર્ણય લેવામાં અાવે, નહેરુએ કહ્યું કે દરેક નિર્ણયમાં અધ્યક્ષનો હસ્તક્ષેપ યોગ્ય નથી.
અાચાર્ય કૃપલાણી બાદ પટ્ટાભી સીતારામૈયા પાર્ટીના અધ્યક્ષ બન્યા. તેમના પછી પાર્ટી અધ્યક્ષ પદ માટે નહેરુ અને સરદાર પટેલ વચ્ચે ભારે મતભેદ થયા. સરદાર પટેલે પુરુષોતમ ટંડનનું સમર્થન કર્યું. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદના બીજા દાવેદાર હતા અાચાર્ય કૃપલાણી અને શંકરરાવ દેવ.નહેરુને અા બંને સામે વાંધો હતો, અામ છતાં નહેરુના વિરોધ વચ્ચે ટંડનની જીત થઈ. નહેરુએ કાર્યસમિતીના સભ્ય પદેથી રાજીનામું ધરી દીઘું. અંતે ટંડનને રાજીનામું અાપવુ પડ્યું.
1951માં નહેરુ પાર્ટીના અધ્યક્ષ બન્યા. તેમના પછી યૂ.અેન ઢેબરે પાર્ટીના અધ્યક્ષ પદની કમાન સંભાળી. તેમના પછી પાર્ટીના અધ્યક્ષ પદની કમાન ઈંન્દીરા ગાંધીએ સેભાળી. કેટલાક લોકો માને છે કે પોતાની પુત્રી પાર્ટી કમાન સંભાળે તેની નહેરુએ બહુ સમય પહેલાજ તૈયારી કરી હતી. તેમની સામે સવાલ એ હતો કે પ્રધાનમંત્રી પદ પર કોણ બીરાજે. અા રેસમાં ગુજરાતના મજબુત નેતા મોરારજી દેસાઈ ઊભા હતા. ખુબ મનોમંથન બાદ લાલબહાદુર શાસ્ત્રીજીના નામે સહમતી થઈ. ઈંન્દીરા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીજી વચ્ચે પ્રધાનમંત્રી પદ માટે ટક્કર થઈ. ચુંટણીમાં ઈંન્દીરા ગાંધીની જીત થઈ. પાર્ટીમાં ભંયકર ટકરાવ થયો પાર્ટીમાં બે ભાગલા પડી ગયા, ત્યારબાદ પાર્ટીના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી પદ પર અલગ અલગ વ્યક્તિઓને સત્તા સોંપવાની પરંપરા છે.
ડિસેમ્બર 1969માં મુંબઈમાં સમાંતર કોંગ્રેસ મહાઅધિવેશનમાં જગજીવન રામ પાર્ટીના અધ્યક્ષ બન્યા. તેમના પછી શંકર દયાળ શર્મા અને પછી દેવકાંત બરુઅા પાર્ટીના અધ્યક્ષ બન્યા. 1978 પછી ખુદ ઈંન્દીરા ગાંધીએ અધ્યક્ષ પદ સંભાળી પરંપરાઓ તોડી નાખી. રાજીવ ગાંધીએ પણ બંને પદ સાથે સંભાળ્યા. પી.વી. નરસિમ્હા રાવ પણ અા જ પરંપરાને અાગળ વધારી અત્યારે પાર્ટીની કમાન સોનિયા ગાંધીના હસ્તક છે તેમણે સૌથી વધુ સમય સુધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદને સંભાળ્યું છે.