આજથી બે દિવસના પ્રવાસે આવેલ નરેન્દ્રમોદી સુરતના કડોદરા વિસ્તારમાં સભાનું સંબોધન કરશે ત્યારે 18 સુગર ફેકટરીઓ સાથે તેમના 2 લાખથી વધુ સભાસદોને માથે ઉભો થયેલ ઇન્કમટેક્ષ નો પ્રશ્ન ઉકેલવા ગુજરાત ખેડૂત સમાજે આગેવાની લઈને સરકારની સામે લડત ઉપાડી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અર્થે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી કડોદરા આવશે ત્યારે લોકો તેમનો વિરોધ કરવાની તૈયારીમાં છે. વર્ષ 2014 લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના મત મેળવવા સહકારી સુગર મિલોનો ઇન્કમટેક્ષ નાબૂદ કરવાની વાત કર્યાના ત્રણ વર્ષે પણ સુગર મિલોનો ઈન્કમટેક્ષનો પ્રશ્ન ઉકેલાયો નથી હાલના તબક્કે પણ તમામ સુગર મિલો વર્ષ 2010 થી 2014 સુધીના ટેક્ષ બાબતે કાયદાકીય લડત આપી રહી છે. ઉલ્લેખનીય છે કે 2010 થી 2014 ના ચાર વર્ષમાં સહકારી સુગર મિલોએ સરકારની એફ.આર.પી કરતા 500 થી લઈને 1500 રૂપિયા સુધીનો વધારે ભાવ આપી કરોડો રૂપિયા ખેડૂતોને ચૂકવ્યા છે. ત્યારે આ ચાર વર્ષના ખેડૂતોને ચૂકવેલા વધારાના ભાવ બાબતે રાજ્યની 18 સુગર મિલો એ 3200 કરોડથી વધુ ટેક્ષ ચૂકવવાનો થાય છે. જેની સુગર મિલોને તબક્કાવાર નોટિસો પણ મળી ચુકી છે. અને સ્યુગર મિલ ઇન્કમટેક્સનો વિવાદ તેમને માથા નો દુખાવો લાગી રહ્યું છે.