બ્રાઝિલ કોરોના મહામારીના સંકટમાંથી હવે બહાર આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. અહીંના સૌથીમોટા શહેર સાઓ પાઉલોના બજાર અને બીચ પર ભીડ જાેવા મળી રહી છે. આ દરમિયાન બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, આ કોરોના મહામારીને કારણે બગડેલી સ્થિતિ બાદની સામાન્ય સ્થિતિના સંકેત છે.
બ્રાઝિલમાં કોરોનાને કારણે થયેલા મોતનો આંક હવે ૬ લાખને પાર પહોંચી ગયો છે. બ્રાઝિલમાં નવા કેસ અને મોત મામલે રાહત જાેવા મળી રહી છે, લોકો આ રાહત બાદ ઉજવણીના મૂડમાં જાેવા મળી રહ્યાં છે. જાેકે લોકોના બેદરકાર બનવા મુદ્દે નિષ્ણાંતોએ કોરોનાની વધુ એક વિનાશક લહેર અંગે ચેતવણી આપી છે. એપ્રિલમાં એકસમયે દૈનિક ૩ હજાર મોત થતા હતા, જ્યારે હવે બ્રાઝિલમાં દૈનિક સરેરાશ મોત ૫૦૦ એ પહોંચી ગયા છે. આ ઉપરાંત દેશના ૪૫ ટકા વસ્તીને વેક્સિન મળી ચૂકી છે. બ્રાઝિલમાં વૃદ્ધોને વેક્સિનનો બુસ્ટર ડોઝ પણ આપવામા આવી રહ્યો છે.