ગુજરાત વિધાનસભાની ચૂંટણીની હાલ તડામાર તૈયારી થઇ રહી છે. ત્યારે ખાનગી સ્કૂલો ફેડરેશન દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. ત્યારે હાઇકોર્ટે જાહેર કર્યું કે ચૂંટણીનું કામકાજ ખાનગી સ્કૂલોના સ્ટાફને આપવામાંના આવે ત્યારે આ ચુકાદો આવતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા તમામ જિલ્લા કલેક્ટરોને પરિપત્ર કરીને ખાનગી સ્કૂલોના શિક્ષકો તથા સ્ટાફને કામગીરીને સોંપવામાં આવ્યો છે. જેમાં જણાવામાં આવ્યું હતું કે હાઈકોર્ટે કરેલ હુકમ મુજબ ખાનગી સ્કૂલો નોન ગ્રાન્ટેડ હોવાથી તેઓ સરકાર પાસેથી કોઈ પણ પ્રકારની સહાય મેળવતી નથી.તેથી ખાનગી સ્કૂલોના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને ચૂંટણી આયોગ દ્વારા કોઈ પણ પ્રકારની ચૂંટણી કામગીરી સોંપી શકાય નહી અને જ્યાં સોંપાઈ છે ત્યાં તાત્કાલિક હુકમો રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. રહેશે.સંબંધીત ચૂંટણી અધિકારી દ્વારા આવા સ્ટાફને કોઈ પણ સ્થળે ચૂંટણી અંગેની ફરજો સોંપવામા આવે તેની તકેદારી રાખવી. અગાઉ સૂચના છતાં વડોદરા જીલ્લામાં કેટલાક ખાનગી સ્કૂલોના સ્ટાફને કામગીરી સોંપવામાં આવી અથવા ભવિષ્યમાં આવી ચૂંક થશે તો તેની અંગત જવાબદારી જે તે અધિકારીની રહેશે.મહત્વનું છે કે કેટલીક ખાનગી સ્કૂલોના શિક્ષકોને ચૂંટણી કામગીરીસોંપવામાં આવી જેના દ્વારા ખાનગી સ્કૂલોના મંડળ દ્વારા હાઈકોર્ટમાં પીટિશન કરવામા આવી હતી. જેના ભાગરૂપે હાઈકોર્ટે ગત ૨૪મીએ સુનાવણીને અંતે ચુકાદો આપ્યો હતો.