IPL-2021ના ફેઝ-2ની ટાઈટલ મેચ આવતી કાલે શુક્રવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. તેવામાં બોલિવૂડના અભિનેતા શાહરુખ ખાને ફેઝ-1 પહેલાં એક સમર્થકના ટ્વીટનો જવાબ આપતા કહ્યું હતું કે જો કોલકાતા ફાઇનલ જીતશે તો તે આ કપમાં કોફી પીશે. પરંતુ SRKનો દીકરો આર્યનની NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ ત્રીજી ઓક્ટોબરના રોજ ધરપકડ થયા પછી તે તૂટી ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શાહરુખ અત્યારે મન્નતની બહાર પણ જઈ રહ્યો નથી. તેવામાં હવે બોલિવૂડના કિંગ ખાન શું પોતાની ટીમને ચિયર કરવા માટે UAE જશે કે નહીં એ પ્રશ્ન સામે આવ્યો છે.
આર્યનની ધરપકડ બાદથી જ શાહરુખ તથા ગોરી એકદમ ભાંગી પડ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે, શાહરુખ-ગૌરીને રાત્રે સરખી ઊંઘ પણ આવતી નથી. તેઓ દિવસમાં અનેક ફોન કરીને આર્યનની તબિયતની અપડેટ લઈ રહ્યા છે.
KKRની ટીમ ફાઇનલમાં પહોંચી, રાહુલ ત્રિપાઠીએ સિક્સ મારી મેચ જીતાડી
કોલકાતા નાઈટ રાઈડર્સે બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સને 3 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. KKRએ ટોસ જીતી દિલ્હીને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જેમાં DCએ 20 ઓવરમાં માત્ર 135/5નો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં એક સમયે એક તરફી થયેલી મેચને જીતવા માટે કોલકાતાની આંખોમાં પાણી આવી ગયા હતા. જોકે રાહુલ ત્રિપાઠીએ છેલ્લી ઓવરના પાંચમા બોલ પર સિક્સ મારી KKRને 3 વિકેટથી મેચ જીતાડી હતી. આની સાથે કોલકાતાની ટીમ ત્રીજી વખત IPL ફાઇનલમાં પહોંચી ગઈ છે.
માર્ચ મહિનામાં શાહરુખ ખાનને સોશિયલ મીડિયામાં એક સમર્થકે સવાલ કર્યો હતો કે શું કોલકાતાની ટીમ આ ટર્મમાં કપ જીતશે? જેનો જવાબ આપતા SRKએ લખ્યું હતું કે મને આશા છે કે અમે જીતીએ. મારે આ કપમાં કોફી પીવાનું શરૂ કરવું છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની વાત કરીએ તો તેમે 2012 અને 2014માં 2 ટાઈટલ જીત્યા છે. તેવામાં KKRની ટીમનો રેકોર્ડ છે કે તે જેટલી પણ ફાઇનલ રમ્યું છે તેને જીતીને ટ્રોફી પોતાને નામ કરી છે. કોલકાતાની ટીમે અત્યાર સુધી 2 ફાઇનલ મેચ રમી છે, જે બંને તેને જીતી ટ્રોફી પોતાને નામ કરી છે. ઉલ્લેખનીય છે કે આ સમયે પહેલા ફેઝમાં ટીમની સારી શરૂઆત ન હોવા છતા મોર્ગનની કેપ્ટનશિપ હેઠળ ટીમે બાઉન્સ બેક કર્યું હતું.
ક્વોલિફાયર-2માં દિલ્હીની ટીમને હરાવી હવે મોર્ગન એન્ડ ટીમ 15 ઓક્ટોબરે ફાઇનલ મેચ રમવા મેદાનમાં ઉતરશે. તેવામાં શાહુરુખે પોતાની ટીમને નિર્ણયાક મેચમાં સ્ટેડિયમમાં પહોંચી ચિયર કરવાનો વાયદો કર્યો હતો, તે પૂરો કરી શકશે કે કેમ એવો સવાલ ઉદભવ્યો છે. કારણે પુત્ર આર્યનની ધરપકડ બાદ અત્યારે શાહરુખ ખાન ભાંગી પડ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુશ્કેલ સમયમાં શાહરુખ તથા ગૌરી તૂટી ગયા છે. આર્યનની ધરપકડ બાદ તરત જ શાહરુખ ખાને કાયદાકીય સલાહ માગી હતી અને દેશના અનેક જાણીતા વકીલોનો સંપર્ક કર્યો હતો. વકીલ સતીશ માનશિંદેએ ‘કિંગ ખાન’ને આશ્વાસન આપ્યું હતું કે આર્યન ટૂંક સમયમાં જ બહાર આવી જશે. જોકે, આર્યનની જામીન અરજી એ આધારે ફગાવવામાં આવી કે આ ‘અનમેન્ટેનેબલ’ હતી. કોર્ટના આ આદેશથી શાહરુખ તથા ગૌરી એકદમ ભાંગી પડ્યા હતા.
દીકરાની ધરપકડની અસર શાહરુખની પ્રોફેશનલ લાઇફ પર પણ પડી છે. શાહરુખ ‘પઠાન’ના શૂટિંગ માટે સ્પેન જવાનો હતો. જોકે, તે પોસ્ટપોન કરી દેવામાં આવ્યું છે. એટલીનું શૂટિંગમાં પણ શાહરુખ ખાન જતો નથી. શાહરુખ ખાને છેલ્લી ઘડીએ અજય દેવગન સાથેની જાહેરાતનું શૂટિંગ કેન્સલ કરી નાખ્યું હતું.