ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની તમામ 182 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરાયા છે. ભાજપની છઠ્ઠી યાદીમાં 34 ઉમેદવારોમાં સૌથી વધુ OBC ઉમેદવારોને ટિકિટ અાપી છે. પાટીદાર સમાજની નારાજગીને ભરપાઈ કરવા ભાજપ અા વખતે OBC વોટ પર વધુ ધ્યાન અાપતી હોય તેવું લાગી રહ્યું છે.
ભાજપે અા વખતે 61 OBC ઉમેદવારોને ટિકિટ અાપી છે. 52 પાટીદારોને મેદાનમાં ઊતાર્યા છે, 2012ની વિધાનસભાની ચૂંટણી કરતાં અા વખતે સાત વધારે પાટીદારોને ટિકિટ અાપી છે.અા સિવાય અા વખતે ભાજપે અનુસૂચિત જનજાતીના ઉમેદવારોને સૌથી વધુ ટિકિટ અાપી છે.અનુસૂચિત જનજાતીના ઉમેદવારોની સંખ્યા 28 છે. ક્ષત્રિય સમાજનાં 13, અનુસૂચિત જાતીના 12 અને બ્રાહ્મણ સમુદાયના 9 ઉમેદવારોને ટિકિટ અાપી છે.
રાજ્યમાં કુલ અાબાદીના 35 ટકા હિસ્સો OBC ધરાવે છે જ્યારે 13 ટકા હિસ્સો પાટીદારોનો છે.
હાર્દિક સતત અા વખતે અનામતને લઈ ભાજપ પર વાર કરે છે, કોંગ્રેસ પણ હાર્દિક સાથે છે ત્યારે ભાજપ અા વખતે વધારે પાટીદારોને ટિકિટ અાપી કોઈ જોખમ નથી લેવા ઈચ્છતા. ભાજપ ફૂંકી ફૂંકીને કદમ રાખી રહ્યો છે, એટલે જ અા વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં OBC ઉમેદવારોને વધારે મેદાનમાં ઊતાર્યા છે.