PM મોદીના ગઢ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી અાદિત્યનાથ જોડાશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી અાદિત્યનાથની ગુજરાતમાં માગ વધતા પાર્ટીઓના કેટલાક નેતાઓ અાશ્ચર્ય ચકિત થયા છે. PM મોદી પછી લોકપ્રિય નેતા તરીકે યોગી અાદિત્યનાથ ઉભરી અાવ્યા છે. અામતો પાર્ટીએ કેન્દ્રીય મંત્રીઓ સાથે 60થી વધુ નેતાઓને ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે. જનતામાં પ્રિય અત્યારે PM મોદી પછી યોગી અાદિત્યનાથ છે. ઉમેદવારો અને કાર્યકર્તાઓની માંગને ધ્યાનમાં રાખી ભાજપ અાલાકમાન્ડ યોગીને વધારે સમય ગુજરાતમાં વિતાવવાનું ફરમાન કરે તેવી શક્યતા છે.
સિલ્કનગરી સુરતમાં યોગી અાદિત્યનાથ ચૂંટણી પ્રચારમાં ઉતરશે.પાટીદાર અાંદોલન અને GSTના કારણે વેપારીઓ અને પાટીદારો ભાજપથી નારાજ છે, અા વાતના સિધો ફાયદો કોંગ્રેસ ઉઠાવી શકે છે. સુરતમાં ઉત્તર ભારતીયોની સંખ્યા વધારે છે. યોગી અાદિત્યનાથના અાવવાથી સુરતમાં થતા નુકસાનને ઘટાડવાનો ભાજપનો પ્રયાસ છે. અાજ કારણે ભાજપની નજર અત્યારે યોગી અાદિત્યનાથ પર છે.
26 નવેમ્બરે સિલ્કનગરી સુરતમાં યોગી અાદિત્યનાથની બે જનસભા ખુબજ સફળ રહી હતી, વાપી, વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં પણ યોગી ચૂંટણી પ્રચાર કરશે તેવી પૂર્ણ શક્યતા છે.