ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૨૯ અને 3૦ના રોજ સૌરાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં આવી શકે છે. બે દિવસના સૌરાષ્ટ્રના પ્રચાર દરમ્યાન સોમનાથ મંદિરે દર્શન કરવા જાય તેવી શકયતા છે.
કોગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેમના પ્રવાસ દરમ્યાન જીએસટીના નિર્ણયથી નાના વેપારીઓને થઈ રહેલી અસર, ગુજરાતમાં બેકારી અને વિકાસ મુદ્દે અવાજ ઉઠાવશે. સાથો સાથ ગુજરાતમાં કોગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરશે.
અાવતી કાલથી કોગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૨૯ અને ૩૦મીના રોજ સૌરાષ્ટ્ર આવવાની શકયતાના પગલે કોગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે