122 વર્ષથી શાહી મહેમાનોને અાગતા સ્વાગતા માટે જાણીતું છે, હૈદરાબાદમાં અાવેલા ફલકુમા પેલેસ અાજે રાત્રે ઈવાંકા ટ્રમ્પની મેજબાની કરશે. અાસમાન કા અાઈના ગણાતો તાજ પેલેસ હૈદરાબાદની રોયલ ફેમિલી નિઝામ અાકર્ષણનું કેન્દ્ર છે. અા પેલેસની ખાસિયત છે દુનિયાનો સૌથી વિશાળ તેનો ડાઈનિંગ હોલ, તેની ટેબલ ડેકોરેશન અને ગ્રીન કલરની લેઘરની ખુરશીઓ ખાસ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પુત્રી ઈવાંકામાટે ખાસ શાહી અંદાજમાં ભવ્ય ડિનરનું અાયોજન PM મોદીની મેજબાનીમાં થશે. મેનુમાં તેલંગણાની ખાસ કુકિંગ સ્ટાઈલમાં ભોજન તૈયાર કરાશે.
પેલેસમાં ખાસ ટેબલ ડેકોરેશન અને 101 ગ્રીન કલરની લેઘરની ખુરશીઓ પર ખૂબજ લજીજ દહીંના કબાબ, ગોશ્ત શિકમપુરી, કુબાનીના મલાઈ કોફતા, મુર્ગ પિસ્તાનું સલાડ અને સિતાફળની કુલ્ફી રજૂ કરાશે.
ઈવાંકા ટ્રમ્પની મહેમાનગતીમાં કોઈ કસર બાકી ન રહી જાય તેની તકેદારી રાખવામાં અાવશે.