પોતાની જીદ ન માનનાર પાર્ટીને ધક્કોમારી રાજકિય પાર્ટીના નામે નવી હાટડી ખોલવામાં માહિર શંકરસિંહ વાઘેલા બધા માટે નવું રાજકિય રમકડું બની રહ્યા છે.
કોંગ્રેસના પગ ધોયા પછી કોંગ્રેસમાંથી છૂટા પડેલા શંકરસિંહ અત્યાર સુધી મોદીને ભાંડતા હતા, પણ અચાનક મોદીના નામના ભજન ગાવા લાગ્યાં છે.
શંકરસિંહ વાઘેલાએ રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદીના પગલે ચાલતાં હોવાનો દાવો કર્યો છે. અત્યાર સુધી નરેન્દ્ર મોદીને કાગડો લાગવા માંડ્યા છે. શંકરસિંહ કહે છે કે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને જોઈને મંદિરમાં જતા થયા છે અને મુસ્લીમોને દગો કરી રહ્યાં છે જેના કારણે મુસ્લીમો નારાજ છે અને કાગડો હવે હંસની ચાલ ચાલે છે. ત્યારે કાગડો હંસની ચાલ ચાલે તો હંસ નથી બની જતો, 1996માં નરેન્દ્ર મોદીને કારણે ભાજપ છોડીને રાજપાનું બ્યુગલ વગાડતાં બાપુના બ્યુગલમાંથી મોદી વિરોધી ગીત વાગતા હતાં અને રાજપાની જાન કાઢી મુખ્યપ્રધાન બનવા ગયેલાં શંકરસિંહ વાઘેલા હવે ટ્રેક્ટર લઈને નીકળ્યા છે. પણ દુનિયા જાણે છે કે સાયકલ પણ ટ્રેક્ટરનો ઓવરટેક કરી શકે છે. ત્યારે શંકરસિંહના રાહુલને કાગડો કહેવાથી રાહુલનું રૂપ બદલાશે કદાચ નહીં પણ મોદીની પીપૂડી વગાડવા બેઠેલા બાપુના દિકરાને ટીકિટ નહીં અાખી બાપુના સૂર બેસુરા બન્યા છે છતાં શંકરસિંહનુમ ટ્રેક્ટર ટોપ ગીયરમાં નથી પડી શકતું