આવતીકાલે ગુજરાત કોંગ્રેસનું માળખું બદલવા માટે થઈ કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતના સિનિયર નેતાઓને દિલ્હી નું તેંડુ આપ્યું હતું અને આવતીકાલે રાહુલ ગાંધીના નિવાસ્થાને એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની એક મિટિંગ થઈ હતી જેમાં પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા તથા પ્રજા વચ્ચે જ રહેનારા નેતા જગદીશ ઠાકોર ના નામ ઉપર 90 ટકા લોકોએ સર્વ સમતી દર્શાવી હતી કે જેમાં જગદીશ ઠાકોર ને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવે તો નવાઈ નહીં.
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ અમિત ચાવડા અને હાર્દિક પટેલ ની મનમાની થી કોંગ્રેસ ના કાર્યકરો અને અનેક નેતાઓ માં પણ નારાજગી જોવા મળી હતી.આગામી 2022 ની વિધાનસભા ની ચૂંટણી ને અનુલક્ષી ને ગુજરાત કોંગ્રેસ એક સિનિયર નેતા જગદીશ ઠાકોર ને મેદાન માં ઉતારી ગુજરાત કોંગ્રેસને અડીખમ કરવા માંગી રહી હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.હવે જોવાનું એ રહ્યું કે ગુજરાત કોંગ્રેસ ની આવતીકાલ ની મળનારી બેઠકમાં શુ નક્કી થાય છે અને રાહુલ ગાંધી કોના નામ ઉપર સિક્કો મારે છે તે જોવાનું રહ્યું.
