ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પાર્ટીની કમાન સોંપવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાહુલ ગાંધી
4 ડિસેમ્બરે કોંગ્રેસના મુખ્ય કાર્યાલયે અધ્યક્ષ પદનું ફોર્મ ભરશે, અા પહેલા રાહુલ ગાંધી 1 અને 2 ડિસેમ્બરે કેરળની મુલાકાતે છે. છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદને સંભાળશે તે મુદો ચર્ચામાં છે.રાહુલ ગાંધીની તાજપોશી સાથે સાથે બે નવા નેતાઓ મુદે પણ નિર્ણય કરવામાં અાવશે.
રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા કેટલાય રાજ્યોની કમિટીએ પ્રસ્તાવને મંજુરી અાપી દીધી છે. ચૂંટણીપંચે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી માટે 31 ડિસેમ્બર સુધીનો સમય અાપ્યો છે.
રાહુલ ગાંધી તરફથી પણ સંકેતો મળ્યા છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનની તારીખ પહેલા 9 ડિસેમ્બર પહેલા પાર્ટીની કમાન સંભાળી લેશે.
ગાંધી પરિવારમાં પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ મુદે સહમતિ મળી ચૂકી છે. રાહુલનું કોંગ્રેસ અધ્યક્ષ બનવું લગભગ નક્કી જ છે.