ગુજરાતમાં ચૂંટણીની ધૂમ મચી છે તમામ પાર્ટીઓ જોરશોરથી ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે CM વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની પાછળ કેમ રહે, મેડમ રૂપાણીએ રાજકોટમાં પ્રચારની કમાન સંભાળી લીધી છે. સૌથી હાઈપ્રોફાઈલ બેઠક ગણાતી રોજકોટ પશ્ચિમ બેઠક, જ્યાંથી ગુજરાતનાં CM વિજયભાઈ રૂપાણી ચૂંટણી લડી રહ્યા છે. અા બેઠક ભાજપ માટે લકી છે કેમકે છેલ્લા 22 વરસથી તેના પર ભાજપનો કબ્જો છે. અા બેઠકે ગુજરાતને 3 મુખ્યમંત્રી અાપ્યા છે. કેશુભાઇ પટેલ, નરેન્દ્ર મોદી અને વિજયભાઈ રૂપાણી. પટેલોનું વર્ચસ્વ ધરાવતી અા બેઠક પર ભાજપ માટે અા વખતે અાકરા ચઢાણો છે. પાટીદારો અા વખતે અનામત મુદે ભાજપથી નારાજ છે.
ખુબજ વ્યસ્ત હોવાથી અા વખતે CM વિજયભાઈ રૂપાણી તેમના ચૂંટણી ક્ષેત્રમાં જઈ નથી શકતા, અાથી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલી રૂપાણીએ રાજકોટમાં પ્રચારની કમાન સંભાળી લીધી છે. અંજલી રૂપાણી ખુબજ ઉત્સાહ સાથે અા કાર્યમાં જોડાઈ ગયા છે. વિજયભાઈ રૂપાણી અત્યારે પ્રધાનમંત્રી સાથે રેલિઓમાં ખુબજ વ્યસ્ત છે, અાથી અંજલી રૂપાણી ઘરેઘરે જઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
અંજલી રૂપાણીએ જણાવ્યું કે અમે લોકોના દિલ જીતવા અાવ્યા છીએ, ભાજપે શું કામ કર્યું છે તે લોકો બહુ સારી રીતે જાણે છે. અમે પહેલા પણ જીત્યા હતા અા વખતે પણ જીતીશું.