સરકારે દરેક જગ્યાએ અાધાર કાર્ડને જરૂરી બનાવી દીધુ છે. સરકારી તો ઠીક પણ હવે પ્રાઈવેટ સેક્ટરમાં પણ અાધાર કાર્ડને લીન્ક કરવું જરૂરી છે. સરકાર હવે અોનલાઇન શોપિંગ માટે પણ અાધાર કાર્ડ જરૂરી બનાવવાનું વિચારી રહી છે, અોનલાઇન શોપિંગ માટે પણ અાધાર કાર્ડ અનિવાર્ય ગણાશે.અાધાર કાર્ડવીના અોનલાઇન શોપિંગ નહી થાય.
ઈ-કોમર્સની સૌથી મોટી કંપની ગણાતી અેમેજોને તો તેના ભારતીય ગ્રાહકોને તેમના અેકાઉન્ટને અાધાર સાથે જોડવું જરૂરી કર્યું છે. અેમેજોન તરફથી માહિતી મળી છે કે જો તમે અાધાર કાર્ડને લીન્ક નહી કર્યો હોય અને અોનલાઇન શોપિંગમાં કોઈ પ્રોબ્લેમ થશે તો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં ટાઈમ લાગશે.અેમેજોને અોનલાઇન શોપિંગ માટે અાધાર કાર્ડને લીન્ક કરવું જરૂરી કર્યું છે.
જોકે તમામ જગ્યાએ અાધારને લીન્ક કરવાની વાતની ખુબજ ટીકા થઈ હતી, સમગ્ર મામલો અત્યારે સુપ્રીમ કોર્ટમાં છે. સરકારની અલગ અલગ યોજનાના લાભ અને સબસિડિમાટે પણ 12 અંકો ધરાવતા અાધાર કાર્ડને જોડવો જરૂરીછે. માનવામાં અાવી રહ્યું છે કે ટૂંક સમયમાં બીજી કંપનીઓ પણ અાધારને ફરજીયાત કરાશે.