સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં 7માં માળથી નીચે પડતો હોઉસ કીપર બોયની ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.બનાસકાંઠાનો રહેવાસી યુવક સુરતમાં હીરા દલાલના મકાનમાં કામ કરતો હતો.સાફ સફાઈ દરમિયાન ગેલેરીમાંથી ટી-શર્ટ નીચે ફ્લોર પર પડી જતા તેને લેવા માટે લાકડી વડે પ્રયત્ન કરી રહ્યો હતો.તેજ દરમિયાન બેલેન્સ ગુમાવતા નીચે પટકાતા મોત નિપજ્યુ હતું.

બે વર્ષ પહેલા લગ્ન થયા હતા
અઠવાલાઇન્સના વિસ્તારમા રહેતા કિશોરભાઈ શાહ જે હીરા દલાલીનું કામ કરે છે.કિશોરભાઈ શાહના મકાનમા કામ કરતો ભગવાન રામસી ચૌધરી બનાસકાંઠાના ફાગણી ગામનો રહેવાસી હતો.મકાનમાલિક કિશોર ભાઈએ જણાવ્યું કે દોઢમાસથી ઘરકામ માટે તેના ગામ બનાસકાંઠાથી આવ્યો હતો.તેના લગ્નને માત્ર બે વર્ષ જ થયા હતા.તે પરિવારમાં તેના માતા અને 7 ભાઈ-બહેનો સાથે રહેતો હતો.ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તે ઘરકામ કરવા માટે સુરત આવ્યો હતો.પૈસા કમાવવા આવેલો યુવક મોતનો શિકાર બની ગયો.
સોમવારની સાંજે મકાનમાલિક કિશોરભાઈ શાહની ગેરહાજરીમાં આ દુર્ઘટના બની હતી.સુકાવેલું ટી-શર્ટને લેવા જતા બિલ્ડીંગના 7 માળેથી નીચે પટકાતા ભગવાનને સારવાર માટે તાત્કાલિક મહાવીર હોસ્પિટલ લઇ જવાતા મૃત જાહેર કરાયો હતો.હાલ સમગ્ર મામલે સુરત પોલીસ તાપસ કરી રહી છે.