Asus તેના નવા સ્માર્ટફોન ZenFone Max Plus (M1) લોન્ચ કર્યો છે. સત્તાવાર રીતે તેને રશિયામાં લિસ્ટેડ કરવામાં અાવ્યો છે. આ સ્માર્ટફોનમાં 18: 9ની ડિસ્પ્લે અને ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. પહેલાં કંપનીએ ચાઇનામાં બેજલ લેસ ડિસ્પ્લે સાથે Pegasus 4S લોન્ચ કર્યો હતો.
sus ZenFone Max Plus (M1) માં 5.7-ઇંચ ફુલ-એચડી + (1080×2160 પિક્સલ) આઇપીએસ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 2 GB અથવા 3 GB રેમ સાથે મીડિયાટેક MT6750T પ્રોસેસર છે. તે બે સ્ટોરેજ ઓપ્શન- 16 GB અને 32 GB છે, જે કાર્ડની મદદથી 256 GB સુધી વિસ્તૃત કરી શકાય છે.
ડ્યુઅલ સિમ સપોર્ટ ધરાવતા આ સ્માર્ટફોનમાં 4130 એમએએચની બેટરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી સેક્શનની વાત કરીએ તો તેની રીઅરમાં 16 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સલના બે કેમેરા છે.તેના ફ્રેટમાં 2.0 અપર્ચર વાળો 8 મેગાપિક્સલનો કેમેરા આપ્યો છે. તેમાં યુઝર્સ સ્કિન ટોનિંગ, સ્મૂથિંગ લાઇટનિંગ અને આઇ કરેક્શન જેવા સેલ્ફિને બહેતર બનાવવા માટે પ્રિ-લોડેડ ફિચર્સ પણ મળશે.
ZenFone Max Plus (M1) આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઇડ 7.0 નુગટ બેસ્ડ ZenU પર ચાલે છે. કનેક્ટિવિટીમાં Wi-Fi 802.11 b/g/n, બ્લૂટૂથ 4.0, A-GPS અને માઇક્રો-યુએસબી પોર્ટનો સમાવેશ થાય છે. આ હેન્ડસેટમાં ફિંગરપ્રિંટ સ્કેનર પણ છે. હાલમાં તેની કિંમત અને ઉપલબ્ધતા વિશે માહિતી નથી આપવામાં અાવી.