અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમય થી ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા દારૂ જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ ને ડામવા માટે ની સૂચના આપી દેવામાં આવી છે પરંતુ અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બુટલેગરો જુગારીઓ અને સ્પા સંચાલકો એટલી હદે બેફામ બન્યા છે કે પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર મયુર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં દેશી અને અંગ્રેજી દારૂની તો રેલમછેલ થાય છે કારણકે જાણો આનંદનગર વિસ્તારમાં કેટલા છે દેશી અને અંગ્રેજી દારૂના અડ્ડા
1. સંજય ઠાકોર નામનો શખ્સ ગોપાલ આવાસ યોજના હેઠળના મકાનમાં ખુલ્લેઆમ અંગ્રેજી દારૂ નું વેચાણ કરી રહ્યો છે.આમા તો નવાઈ ની વાત એ છે કે લોકમુખે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ સંજય ઠાકોર ને અંગ્રેજી દારૂનો માલ મંગાવી આપનાર આનંદ નગર પોલીસ સ્ટેશનનો વહીવટદાર મયુર જ છે અને મયુર દ્વારા અંગ્રેજી દારૂનો માલ સાણંદ પાસે થી મંગાવી આપતો હોવાની વાત લોકમુખે ચર્ચાઈ રહી છે.
2. વિજય નામનો શખ્સ ઔડા ના મકાનમાં ખૂબ જ મોટા પાયે દેશી દારૂનો ધંધો ચલાવી રહ્યો છે અને વિજય નો ભૂતકાળ તપાસવામાં આવે તો આ વિજય નામના શખ્સે અગાઉ ફાયરિંગ પણ કરેલા છે અને ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવનારો છે.
3. ગૌરી નામની મહિલા ઔડાના મકાન વિભાગ 2 માં ખુલ્લેઆમ દેશીદારુ નો ધંધો ચલાવી રહી છે આ ગૌરી નામની મહિલા ને માલ સપ્લાય કરનાર શખ્સ પિન્ટુ વેજલપુર કરી ને વ્યક્તિ છે.પિન્ટુ નામના શખ્સ નો ભૂતકાળ જોવા જઈએ તો અગાઉ વેજલપુર પોલીસ સ્ટેશન સહિત અનેક વિસ્તારોના પોલીસ સ્ટેશનોમાં ગુન્હાઓ નોંધાયેલા છે અને અનેક વખત પાસા જેવી કાર્યવાહી પણ કરવામાં આવી છે તેમ છતાં હાલમાં પણ આનંદનગર પોલીસ સ્ટેશન માં પોતાનો દબદબો રાખી બિન્દાસ પણે દેશી દારૂનો સપ્લાય કરી રહ્યો છે.
4. કપિલા નામની મહિલા ખુલ્લેઆમ ચલાવી રહી છે દેશી દારૂ નો અડ્ડો
5. ભારતી નામની મહિલા ગોપાલ આવાસ માં ખુલ્લેઆમ દેશી દારૂ નું વેચાણ કરી રહી છે.
6. હસમુખ નામનો શખ્સ દેશીદારૂ નું વેચાણ ખુલ્લેઆમ કરી રહ્યો છે.
7. નરેન્દ્રસિંહ રાઠોડ નામનો શખ્સ ચલાવી રહો છે ખુલ્લેઆમ દેશી દારૂ નો અડ્ડો.
આ વાત હતી આનંદનગર વિસ્તારના દેશી અને અંગ્રેજી દારૂના અડ્ડાઓ ની તો હવે વાત કરવામાં આવે તો આનંદ નગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સ્પા ના નામે ચાલતા દેહવ્યાપાર ની માહિતી નીચે જણાવેલ છે.
1.Thai sensetion spa
2.કોહિનૂર સ્પા
3.બ્લુ લેડી સ્પા
4. Nine to Nine L સ્પા
5.રોયલ સ્પા
6.એ વન સ્પા
7.સેવન સ્પા
આ સિવાય પણ અનેક સ્પા ના નામે દેહવ્યાપાર નો ધંધો આનંદનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ખૂબ જ મોટાપાયે ચાલતો હોવાના સમાચાર મળી રહ્યા છે.આ સ્પા માં અનેક યુવતીઓ એવી પણ છે જે વિદેશી વિઝા ઉપર અહીં વિઝીટર તરીકે આવેલી હોય છે અને આ યુવતીઓને અહીં વર્ક કરવાની કોઈ મંજૂરી ન હોવા છતાં પણ આ સ્પા સંચાલકો યુવતીઓ ને અહીં સ્પા માં કામ કરાવી રહ્યા છે.
આ તમામ વાત હતી અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અને વાત કરીએ તો આનંદનગર વિસ્તાર એટલે અમદાવાદની એક સાન ગણવામાં આવે છે અને અનેક નેતાઓ અને મંત્રીમંડલ ના સભ્યો પણ આ વિસ્તારમાં રહે છે તેમ છતાં અમદાવાદ ના આનંદનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર મયુર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આનંદ નગર પોલીસ સ્ટેશનના વહીવટદાર મયુરની વાત કરવામાં આવે તો આ વહીવટદાર મયુર ટ્રાફિક પોલીસમાં સાથે સાથે આનંદનગર પોલીસ સ્ટેશનનો વહીવટ પણ કરે છે અને સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વહીવટદાર મયુર એ આનંદનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. નો ભાઈ હોવાનું જાણવા મળ્યું છે.
એક તરફ સિંઘમ જેવા અધિકારી ની છાપ ધરાવનાર ઝોન 7 ડી.સી.પી.પ્રેમસુખ ડેલું સાહેબ થી વિસ્તારના ગુનેગારો તો થરથર ધ્રુજી રહ્યા હતા તેમ છતાં પણ આનંદનગર પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર મયુર ને આ ઉપરી અધિકારીનો કોઈ જ પ્રકારનો ડર ન હોય તેવી રીતે આ તમામ ધંધાઓ ને બિન્દાસ ધમધમી રહ્યા છે તેમ છતાં પણ આ વહીવટદાર મયુર અને પી.આઈ. ઉપર આ સિંઘમ અધિકારી દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે પણ એક ચર્ચા એ ઝોન 7 વિસ્તારમાં અનેક તર્ક વિતર્ક સર્જ્યા છે.ક્રમશઃ