રાહુલ ગાંધીને કોંગ્રેસની સત્તા સોંપવાની તૈયારી થઇ ગઇ છે. અને ચુંટણીના પ્રચારની પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે. ત્યાં જ એક નવો વળાંક જોવા મળ્યો છે. કોંગ્રંસના એક યુવાન નેતા જે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે રાહુલ ગાંધીની વિરૂદ્ધ સીટમાં ચુંટણી લડવા માંગે છે. કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે યુવાન નેતાએે ઝંપલાવ્યુ છે. જે હંમેશા ટી.વી. ચેનલો ઉપર હંમેશા પાર્ટીઓનો બચાવ કરતાં જોવા મળે છે. જેમનુુ નામ શહજાદ પુનાવ્લા છે.
– જેમણે ચુંટણીના પ્રક્રિયા ઉપર સવાલો ઉઠાવ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના સટીવ શહમદ પુનાવાલા એ ક્રોંગ્રેસના અધ્યક્ષ પદની ચુંટણી લડશે. શહજાદ પુનાવાલાએ ટ્વિટ કરતા કહ્યુ કે જો નિષ્પક્ષ ચુંટણી રહી તો તે અધ્યક્ષ પદ પરથી ચુંટણી લટશે. તેમણે વંશવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. કહ્યુ કે એક પરિવારમાંથી એક પદ જ મળવુ જોઇએ.
– આ મુદ્દો તેમણે એવા સમય ઉપર ઉઠાવ્યો જ્યારે રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષતાનો તાજ પહેરાવવાની તૈયારી ચાલી રહી છે.
– શહજાદે કહ્યુ કે 2011થી હું રાહુલ ગાંધીને મળવા માંગુ છુ. જેથી હુ તેમને પાર્ટીની ખામી બતાલી શકુ. કે રાહુલ રાંધી આ વાતો ઉપર ક્યારે ધ્યાન આપે
– શહજાદ પુનાવાલાના આ ટ્વિટ ઉપર તેમના ભાઇ અને કોંગ્રેસના નેતા તહસીન પુનાવાલાએ ટ્વિટમાં જવાબ આપ્યો કે શાહજાદના આ વિવાદથી મારે કોઇ લેવા દેવા નથી