ગુજરાતના સર્વપ્રથમ મહિલા પોલીસ અધિક્ષકનું બહુમાન મેળવનારા ગીથા જોહરી આજે નિવૃત્ત થશે. 1982ના બેચના IPS અધિકારી ગીથા જોહરીને એપ્રિલ માસમાં પૂર્વ ઈનચાર્જ DGP પી પી પાંડેના રાજીનામા બાદ રાજ્યના ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂક આપી હતી. ગીથા જોહરી બહાદુરીથી અબ્દુલ લતીફની ગેંગ સામે પડ્યા હતા જે કારણે તેઓ એક નિર્ભય પોલીસ અધિકારી તરીકેની છાપ ધરાવે છે.
વર્ષ 2012માં ગીથા જોહરી વિવાદોમાં ફસાયા હતા, CBI દ્વારા સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિની હત્યા, ષડયંત્ર અને પુરાવા નષ્ટ કરવાના કેસમાં તેમની વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરાઈ હતી. વર્ષ 2015માં તેમને મુંબઈ CBI કોર્ટ દ્વારા તમામ આરોપોથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. જો ચૂંટણી પંચ કોઈ નિર્ણય પર નહીં આવી શકે તો ગીથા જોહરી બાદ આપમેળે સીનિયર મોસ્ટ IPS ઓફિસર તેમની જગ્યાએ ચાર્જ સંભાળશે.
ઈન્ચાર્જ DGP ગીથા જોહરી અાજે થશે નિવૃત્ત, પ્રમોદકુમાર બની શકે છે DGP, સાંજ સુધીમાં અા મુદ્દે નિર્ણય અાવે તેવી શક્યતા છે.
પૂર્વ આઇપીએસ અધિકારી રાહુલ શર્માએ ગુજરાત પોલીસદળમાં ઘણા સમયથી ઇન્ચાર્જ DGP તરીકે નિમણૂક કરવામાં આવે છે પરંતુ નિયમિત ધોરણે ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા હાઈકોર્ટ સમક્ષ રાજ્યમાં કાયમી DGPની નિમણૂક કરવા માટે વધુ સમય આપવાની માંગણી કરાઈ હતી. DGPની નિમણૂક થતી ન હોવાથી પોલીસદળના મનોબળને અવળી અસર પહોંચે છે અને તેથી આ બાબતે રાજ્ય સરકારને જરૂરી આદેશ આપવામાં આવે તેવી દાદ માગતી જાહેર હિતની રિટ કરી છે.આ રિટમાં ચૂંટણી પંચને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યું છે.
જો કે ગુજરાત સરકારે આ નિમણૂકનો મામલો હવે ચૂંટણી પંચ પાસે છે તેવી રજૂઆત કરી છે. આથી હાઇકોર્ટે ચૂંટણી પંચને આ બાબતે જવાબ રજૂ કરવા માટે નોટિસ પાઠવી છે અને વધુ સુનાવણી ૫મીએ થશે.