સબ ટીવીનો પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા ભાભીનો રોલ કરતી લોકો ખુબ હસાવતી ખૂબ લોકપ્રિય દિશા વાકાણીએ દીકરીને જન્મ આપ્યો છે. અને માતા-દીકરી બંનેની તબિયત સારી છે.
– દિશાએ 28 નવેમ્બરના રોજ રાત્રે મુંબઇની પવઇ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. દિશાની ડિલીવરી નોર્મલ રહી છે. દિશા અને દીકરી હોસ્પિટલમાંજ છે. અને બે દિવસ સુધી હોસ્પિટલમાંં રહેશે.
– ડોક્ટરે દિશાને 20 ડિસેમ્બર ડિલીવરી તારીખ આપેલી. પરંતુ તેમના ઘરે ખુશીનો માહોલ પહેલાજ છવાઇ ગયો. દિશા વાકાણીએ 24 નવેમ્બર 2015ના મુંબઇના મયુર પાંડા સાથે લગ્ન કર્યા હતા. જે તેમનુ આ પહેલુ સંતાન છે.
– દિશાની પ્રેગ્નેસી દરમિયાન શો છોડવાની વાતો ચાલી રહી હતી. પણ પછી પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યુ કે દિશા શો નો ભાગ રહેશે. આ દરમિયાન તેમનો શુટિંગ સમય પણ ઘટાડવામાં આવ્યો.