વૈભવી લાઈફસ્ટાઈલ જીવવા બે મિત્રો બન્યા ગુનેગાર,
આજ કાલના યુવાનો પોતાના મોજ શોખ પુરા કરવા માટે ઘણા બધા આડા રસ્તા પર જતા હોય છે.જેમકે નાની મોટી ચોરી,લૂંટ,મર્ડર આવા બધા કાવતરા કરીને પોતાના મોજ શોખ પુરા કરતા હોય છે.આવા અનેક કિસ્સા અમદાવાદમાં આવ્યા છે.આજે એક એવો કિસ્સો અમદાવાદ સરખેજ ખાતે આવ્યો છે.જેમાં બે મિત્રો પોતાનો શોખ પૂરો કરવા માટે વેપારીઓ પાસેથી હપ્તા માંગે છે અને આત્મહત્યા કેસમાં ફસાવીને ધમકીઓ આપીને હપ્તાઓ ભેગા કરીને બંને જાણે BMW કાર પણ ખરીદી હતી.પોલીસે બંનેને પકડીને કાર જપ્ત કરી છે.
બંનેની દાદાગીરીથી વેપારીઓ પૈસા આપી દેતા હતા.અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા આ બે મિત્રો એકના પિતા ચા ની દુકાન અને બીજાના પિતા લોન્ડ્રીની દુકાન ચલાવતા હતા.આ બન્ને યુવાન જુહાપુરા ગેલેરીયા નામના વેપારીઓ પાસેથી ફેક્ટરીની ગુમાસ્તા ધારા લાઇસન્સ લઈને 3.50 લાખ પડાવી લીધા .વેપારી જણાવે છે કે તેઓ લાઇસન્સ લેવું માટે દબાણ કરતા હતા.અને કહેતા હતા કે પોલ્સને ફરિયાદ કરશો તો મારી નાંખીશુ એવી ધમકીઓ આપતા હતા.વેપારી પાસેથી વધારે પૈસાની માંગ કરતા વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે બંને જણાની ધરપકડ કરીને પૂછપરછ કરીને જાણવા મળ્યું કે અન્ય લોકોની જિંદગી જોઈને પોતાને પણ આવી રોયલ લાઈફ જીવવી હતી.તે માટે ખોટા રસ્તા અપનાવીને પોતાના મોજ શોખ પુરા કરી રહ્યા છે.જોકે એક વેપારી હિમ્મત રાખીને બંને સામે રફરિયાદ નોંધાવી બંનેને જેલ ભેગા કર્યા છે.એક વેપારી પાસેથી કુલ 31 લાખ પડાવી લીધા હતા.તેઓએ સૌપ્રથમ મોડેસપૉરેંડીથી છેતરવાનું શરુ કર્યું આ બંને વ્યક્તિઓએ ઘણા લોકોને ધમકીઓ આપીને ખંડણી કરી હતી.પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.