ચાઇના સ્માર્ટફોન મેકર Xiaomiએ ખૂબ ચર્ચાઓમાં રહ્યા પછી અાખરે સસ્તો સ્માર્ટફોન Redmi 5A લોન્ચ કર્યો છે. અા સ્માર્ટફોનની કિંમત 4,999 રૂપિયા રાખવામાં આવી છે.Redmi 5Aમાં 2 GB રેમ સાથે 16 GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. કંપનીએ જણાવ્યું હતું કે આ સ્માર્ટફોન 8 દિવસ બેટરી બેકઅપ આપે છે જોકે કંપનીનો અર્થ એ છે કે 8 દિવસ સ્ટેન્ડબાય બેકઅપ મળે છે.
Redmi 5Aએનો બીજી વોરિઅન્ટ પણ લોન્ચ કરેલ છે જેમાં 3 GB રેમ સાથે 32 GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તેની કિંમત 6,999 રૂપિયા છે Redmi 5A ગ્રાહક ઇ-કૉમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ અને કંપનીના અધિકૃત MI હોમ સ્ટોર અને વેબસાઈટથી ખરીદી શકાય છે. સેલની શરૂઆત 7 ડિસેમ્બરથી શરૂ થશે.
અા સસ્તો સ્માર્ટફોન ભારત માટે જ ડિઝાઇન કરવામાં આવ્યો છે તેને અહીંજ એસેન્બલ કરવામાં અાવે છે.
Redmi 5Aમાં 5 ઇંચની એચડી ડિસ્પ્લે છે અને તેમાં 1.4 ગીગાહર્ટ્ઝ ક્વૉડકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 425 પ્રોસેસર છે. આ ફોન Android નુગટ પર આધારિત MIUI 9 પર ચાલે છે અને કનેક્ટિવિટી માટે 4G VoLTE આપવામાં આવી છે. આ સિવાય, વાઇફાઇ અને બ્લૂટુથ સહિત અન્ય પ્રમાણભૂત કનેક્ટિવિટી સુવિધાઓ છે. ગ્રાફિક્સ માટે તેને Adreno 308 GPU આપવામાં આવ્યું છે.
ફોટોગ્રાફી માટે, 13 મેગાપિક્સલનો રિયર કેમેરાRedmi 5Aમાં આપવામાં આવ્યો છે, જેમાં અપર્ચર એફ 2.2 છે અને એલઇડી ફ્લેશ પણ છે. સેલ્ફી માટે તેની પાસે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે. આ ફોનની બેટરી 3,000 3,000 mAh છે જે નોન રિમુવેબલ છે.