હાલમાં T20 ક્રિકેટ વર્લ્ડ કપની મેચો ચાલી રહી છે.ત્યારે આ મેચો પર ખુબ સટ્ટો રમાતો હોય છે.અત્યાર સુધીમાં અમદાવાદ પોલીસના હાથે અનેક સટોડિયા ઝડપાયા છે.ત્યારે શહેરના સોલા વિસ્તારમાં ક્રિકેટનો સટ્ટો રમાડનાર ભાભર અને ઊંઝા સહિતના બુકીઓના ટપોરી રાજુ રાણી ગાંધીનગરની પોલીસની રેડમાં પકડાઈ ગયો છે.સોલા વિસ્તારમાં સ્થાનિક પોલીસને ખબર ન પડે તે રીતે DGP સ્ક્વોડની ટીમે રેડ પાડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજુ રાણી નામનો ટપોરી સોલામાં તેની બહેનના નામે ઘર રાખીને ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો. તેની જાણ ગાંધીનગરના સ્ટેટ મોનિટરિંગ સેલને આપવામાં આવી હતી. પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલે તેના આકાઓની વિગતો ખોલી હવે બુકીના સર્કલ સામે કાર્યવાહી કરવાનો મૂડ બનાવ્યો છે. સ્થાનિક પોલીસની જાણ વગર નાક નીચે સટ્ટાનું નેટવર્ક ચલાવવું એ પોલીસ અધિકારી અને તેની ટીમ માટે શરમજનક છે. હવે ઉચ્ચ અધિકારીઓ શું પગલા ભરે છે તેના પર બધુ નિર્ભર છે.
અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કેમ્બે રિસોર્ટની પાછળ આવેલા શ્યામ રેસિડેન્સીના પેન્ટહાઉસમાં T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પર સટ્ટો રમાઈ રહ્યો હતો. આ સટ્ટામાં મોટા બુકીઓ રમતા હતા.અમિત ઊંઝા,છોટુ વિસનગર ચિન્ટુ ભાભર મોટો સટ્ટો ચાલતો હતો .આ સટ્ટો ગુંજન ઉર્ફે રાજુ રાણી વ્યાસ અસ્ટોડીયા અમદાવાદ કાપતો હતો.આ બુકીઓ સામે રાજુ રાણી સામાન્ય ટપોરી ગણાય છે.
થરાદ, ભાભર અને ઊંઝામાં બુકીઓ એટલો મસમોટો સટ્ટો રમાડી રહ્યા છે કે તેઓ સ્થાનિક પોલીસની જાણ વગર કામ કરી રહ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગાંધીનગરમાં દરોડો પાડીને સટ્ટાબાજીના સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ સટ્ટાબાજીના રેકેટમાં પોલીસને ઉપયોગી ગેજેટ્સ, સોફ્ટવેર, મોબાઈલ, લેપટોપ સહિત અનેક લોકો પાસેથી જુગાર રમવાનો સામાન મળી આવ્યો છે. આ બાબતને હવે વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે અને તપાસના મૂળ સુધી જવાના પ્રયાસો ચાલુ છે.