દરિયાપુરની સીટ પરથી લડી રહેલાં ગ્યાસુદિન શેખ હવે ઘાંઘો થયા છે.ગ્યાસુદિન સામે જ એના જમણાં અને ડાબા કહી શકાય એવા બે હાથ સમાન રાકેશ બ્રહ્મભટ્ટ અને રાજુ મોમીન સામે પડ્યા છે. મોમીને તો ગ્યાસુદિનને હરાવવા અપક્ષ ઉમેદવારી ભરી, આટલું ઓછુ હોય એમ એની સામે જનવિકલ્પમાથી પણ ઇમરાન નામના નેતાએ ઉમેદવારી પત્ર ભર્યુ,
ગ્યાસુદિન શેખનું કદ મોટુ થયું હોયતો શંકરસિંહ વાઘેલાને કારણે એને કોર્પોરેટરમાંથી ધારાસભ્ય શંકરસિંહે બનાવ્યો હતો. પરંતુ જ્યારે શંકરસિંહે કોંગ્રેસ માટે સંકટ ઉભુ કર્યુ ત્યારે ગ્યાસુદિન શંકરસિંહનો જભ્ભો છોડી અહમદભાઇની સોડમાં સંતાઇ ગયો હતો.
શંકરસિંહે પણ ચૂંટણી સમયે અદ્ભુત સોગઠી ખેલી ગ્યાસુદિનની સામે જનવિકલ્પ તરફથી ઇમરાનને ઉભો રાખ્યો. ગ્યાસુદિનનું ધોતીયું ઢીલુ થઇ ગયું ખાનગીમાં બાપુને મળીને જનવિકલ્પના ઉમેદવારને ઉમેદવારી પત્રક પાછું ખેંચાવવા સમજાવ્યા. બાપુ માંડ માંડ માન્યા ત્યા ગ્યાસુદિનનો ફુગ્ગામાંથી ગેસ નીકળી ગયો, કારણ કે, શંકરસિંહના કહેવાથી છેલ્લી ઘડીએ ઇમરાને પોતાનું ફોર્મ પાછુ ખેંચવાનું નક્કી કર્યુ પણ ચૂંટણી પંચે એને ચકરાવે ચઢાવી દીધો ઉમેદવારી પત્રક પાછુ ખેંવાની બે મીનીટ પહેલાંએ ત્યા ગયો હતો. પણ ચૂ્ટણી પંચે ઉમેદવારી પત્રક પાછુ ખેંચવાની મંજૂરી નહીં આપતા. ગ્યાસુદિન ઘાંઘો થયો છે. અને કાગળો લખવા બેઠો છે પરંતુ ગ્યાસુદિનનું કોઇ સાંભળવા તૈયાર નથી.